EV latest update-2

જેમ જેમ આપણે ‘ઈ’- યુગમાં આગળ ધપતા જઈએ છીએ; તેમ તેમ ખરીદી, સંદેશા વ્યવહાર, ટિકીટો ખરીદવી, એવાં ઘણાં રોજિંદા કામોમાં આપણે ઇન્ટરનેટ પર વધારે ને વધારે આધાર રાખતા થવા લાગ્યા છીએ. આને કારણે શીખવાની આપણી પધ્ધતિમાં પણ બદલાવ આવવા લાગ્યો છે. 
ઈ-વિદ્યાલય આવા જ એક બદલાવ તરફનો પ્રામાણિક પ્રયત્ન છે - શીખવાની રીતમાં પરિવર્તન આવે, તે માટેનો પ્રયાસ. આશય એ છે કે, નવું જ્ઞાન સમજવાની પ્રક્રિયા સરળ બની જાય; તે વિદ્યાર્થીને માટે ખુબ સરળ હોય અને રસ પડે તેવી પણ હોય અને છતાં તેમાં સમય અને જગ્યાનું બંધન ન રહે. 
ઈ-વિદ્યાલયમાં હાલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટેની એક ઓન લાઈન વિડિયો લાયબ્રેરી છે.તેમાં હાલ ગણિત, ઝડપી ગણતરી અને ગુજરાતીના પ્રારંભિક શિક્ષણને લગતા વિડિયો મોજૂદ છે.તમારા તરફથી મળતા ફીડબેક ( પ્રતિભાવો અને સૂચનો) ધ્યાનમાં રાખીને આ વિડિયો લાયબ્રેરીમાં સતત સંવર્ધન અને ફેરફાર પણ થઈ રહ્યા છે. 
એ નોંધવા લાયક છે કે,યુ-ટ્યુબ સંસ્થાના શિક્ષણાત્મક વિભાગ તરફથી ઈ-વિદ્યાલયને માન્યતા મળેલી છે.

Kashyap Ashara, Jun 21 2015 12:08 am
  Share on:   

EV latest update-1

Kashyap Ashara, May 26 2015 1:38 am
  Share on: