ઈ-વિદ્યાલય વિશે

પ્રવેશદ્વારમાં જવા આ લોગો પર ટકોરો મારો!

ev_msg_1
eV_logo_new
kid_flower
qtq50-DxJWbK

Our Approach

ઈ – વિદ્યાલયનાં મુખ્ય ધ્યેય નીચે પ્રમાણે છે.

  1. શિક્ષણ ગુણવત્તાવાળું હોવું જોઈએ.
  2. ભણવામાં મોકળાશ હોવી જોઈએ. (જે ના સમજાય એ ફરી ફરીને જોઇને , સાંભળીને શીખી શકાય તો કેવી મજા!)
  3. ભણવામાં મોકળાશ માટે વિડીયો લાઈબ્રેરી બનાવી છે.
  4. ભણવામાં સમયનું બંધન ના રહે. શાળાના સમય પછી, કોઈપણ વિષય કે પ્રકરણ સરળતાથી શીખી શકાય.
  5. ખાસ કરીને શિક્ષણજગતમાં સળગતા ટ્યુશનના પ્રશ્નનો ઉકેલ મળે.
  6. શાળામાં વધુ ભાર પ્રોજેક્ટ-બેઇઝ સ્ટડી ઉપર મૂકી શકાય.
  7. જૂની શીખેલી વાત ભુલાઇ ગઈ હોય તો પુનરાવર્તન ઝડપથી કરી શકાય.
  8. મનગમતા વિષયોમાં જાતે જ વધારે અભ્યાસ સરળતાથી કરી શકાય.
  9. ગુજરાત રાજ્યના અને ભારત દેશના (અરે દુનિયાના) ખૂણે ખૂણે ઈ-વિદ્યાલયનો લાભ બધા વિદ્યાર્થીમિત્રોને મળે.
  10. જ્ઞાનના વિસ્તરતા જતા ક્ષેત્રમાં જાતે પ્રયાણ કરી શકાય. અભ્યાસેતર પ્રવૃત્તિઓ / હોબીઓ/ ક્રાફ્ટ વિ. થી કલ્પના શક્તિ, સર્જન શક્તિ ખીલે અને જાતે નવો અભ્યાસ કરવાની હિમ્મત આવે.
  11. વાલીઓ અને બાળકો ( ખાસ તો કિશોરો ) વચ્ચે વિચાર વિનિમય અને એકમેકના અનુભવોના આદાન / પ્રદાન માટે એક પ્લેટફોર્મ ઊભું થાય.
    આ ઈ-વિદ્યાલય મારા પૂજ્ય પિતાજી આદરણીય  યશવંતભાઈ શાહ અને માતા વીણાબેન શાહ ને સમર્પિત.માતા-પિતા તો મારા શ્રેષ્ઠ શિક્ષક છે જ. તે ઉપરાંત મારી શાળા-કોલેજનાં તમામ શિક્ષકોને તથા જીવનના દરેક નાના-મોટા અનુભવોમાં જુદા જુદા સ્વરૂપે મળેલા ગુરુજનોને અને ખાસ તો મારા રાજ્યના અને દેશના (અરે દુનિયાના) બધા જ વિદ્યાર્થીમિત્રોને ઈ-વિદ્યાલય સમર્પિત કરું છું.

– હિરલ મિલન શાહ    

Our Story

ઈ-વિદ્યાલયના સહકાર્યકરો નીચે મુજબ છે.
તેમના ફોટા પર 'ક્લિક' કરી તેમનું પ્રદાન માણો.

સંચાલકો

2 thoughts on “ઈ-વિદ્યાલય વિશે”

  1. Namskar…

    હું બાળસાહિત્યકાર ‘ધાર્મિક પરમાર ‘

    બાળસાહિત્યકારોનાં ઉત્થાન માટે તથા બાળસાહિત્ય આગળ લાવવાં એક ‘વૈશ્વિક ગુજરાતી બાળસાહિત્યનું ‘ વોટ્સ ઍપ ગ્રુપ તૈયાર કર્યુ છે.

    જો આપ બાળસાહિત્ય લખતાં હોવ તો અમારું ગ્રુપ તમારું સ્વાગત કરે છે.

    બાળસાહિત્ય લેખનથી જોડાયેલ રચનાકાર ગ્રુપમાં જોડાવાં માટે નીચેનાં નંબર પર વોટ્સ ઍપ મેસેજ કરે.

    નંબર : 9892189826
    ( ધાર્મિક પરમાર – બાળસાહિત્યકાર )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *