ભવિષ્ય જતુ અંધકારમાં – બિરજુ ગાંધી

સાભાર - વેબ ગુર્જરી

આ લોગો પર ક્લિક કરો.

આજના યુગમાં મા-બાપ દ્વારા તેમના બાળકોનો ઉત્સાહ કેવી રીતે વધારવો તે નાનકડી વાતનો મારો દ્રષ્ટિકોણ શું છે તે કેહવા માંગું છું.

આજે દરેક માતા-પિતાની અપેક્ષા બહુ જ વધી ગઈ છે એમાંની હું પણ એક છું. આપણે એ કેમ નથી વિચારતા કે આપણા બાળકને શું ગમે છે, આપણા બાળકોમાં શું ટેલેન્ટ છે. એ આપણને ખબર છે પણ તેમ છતાં આપણે એ વાત ઉપર ધ્યાન આપતા જ નથી. આપણે ત્યાં બાળક એ ભગવાન નું સ્વરૂપ કહેવાય પણ તેમ છતા એ સ્વરૂપને આપણે ઓળખી શકતાં નથી.

બાળક જયારે ધરતી પર જન્મ લે છે ત્યારે કોઈને કોઈ કળા સાથે લઈને જ આવે છે, પછી માં-બાપનું કામ છે કે એમને ઉત્સાહ આપવાનું, એમનો આત્મવિશ્વાસ વધારવો, તેને વિવિધ કામમાં રૂચિ લેતા કરવાનું ને નકારાત્મક વાત, વિચારથી દૂર રાખવાનું. પણ આપણી વધારે પડતી અપેક્ષાને કારણે, અને આજના સમયની હરિફાઈને કારણે, આપણે બધું ભૂલી જઈએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક બાળક એ ભીની માટીનું ફૂલ છે અને મા-બાપ એ માળી છે. મા-બાપને ખબર છે કે કયાં ઝાડમાં કેટલું ખાતર નાખવાનું, ક્યારે પાણી નાખવાનું, ક્યારે છાયડો કરવાનું, ક્યારે તડકો આપવાનો, ક્યારે તેની નીચેથી ઉગતી નકામી ડાળીઓને કાપવાની. એક માળી એક છોડનું આટલું ધ્યાન રાખે ત્યારે એક ફૂલ છોડ ઝાડમાં ભલે આવે પણ સુંદર અને તંદુરસ્ત આવે છે.

શાસ્ત્રોની વાત સમજવાને બદલે, એના બદલે આપણે શું કરીએ છી? આપણે ઊંધું કરીએ છીએ ! આપણા બાળકોને ઓછા માર્ક્સ આવે, તેના મિત્રને વધારે માર્ક્સ આવ્યા હોય તો આપણે સરખામણી કરીએ છીએ, પછી આપણા બાળકોનો આત્મવિશ્વાસ ઓછો કરતા અને કહીએ છીએ જો તારા મિત્ર ને કેટલા બધા માર્ક્સ આવ્યા, એને કેમ એટલા માર્ક્સ આવ્યા, તે ક્યાં ભૂલ કરી, તે શું લખ્યું, તે ધ્યાન કેમ ન રાખ્યું આવી બધી બાબતોથી બાળકના મન પર આઘાત લાગે છે. તે પોતાના જ મનથી તૂટી જાય છે અને એ વાતથી પ્રોબ્લેમ એ થાઈ છે કે એના મનમાં ઈર્ષા અને ગુસ્સો બંને ઘર કરી જાય છે. સમય જતા તે કઈ એવું પગલું ભરી લે છે કે મા-બાપને દુઃખ થાય છે. કદાચ સારા માર્ક્સ આવ્યા પણ એટલા સારા નથી આવ્યા તો બાળકને પ્રોત્સાહન આપવાને બદલે એના બદલે એના પર ગુસ્સાથી એને કહીએ છીએ એટલા માર્ક્સનું કઈ મહત્વ નથી વધારે હોવા જોઈએ. એટલે કે વધારે ને વધારે લેવાની લાલચ આપણને મનમાં આવે છે પણ બાળકનો પોતાનો જે અંદરનો આનંદ હોય એ ઓછો થઇ જાય છે. એના નાનકડાં મગજ પર દબાણ કરવાની જરૂર નથી કારણકે આજનું દબાણ કાલે બાળક માટે જોખમરૂપ બની જાય છે. આપણે જોઈએ છીએ બોર્ડની પરીક્ષા દરિમયાન પરિણામ આવે (આગળ-પાછળ) એ પહેલાં ડરને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. આપણે ઈચ્છતા હોઈએ કે આપણું બાળક આગળ વધે, આપણે તેમની સાથે છીએ તેમ કહીને તેમનાં આત્મવિશ્વાસને વધારવો જોઈએ. જેથી કરી કાલે બોર્ડ જેવી આવતી અનેક પરીક્ષાઓમાંથી બાળક જયારે પસાર થાય ત્યારે તેમનામાં ડર નહી પણ હિંમત હોય એની સાથે એનો આત્મવિશ્વાસ હોય કે મારા પ્રવાસમાં મારા મા-બાપ મારી સાથે છે. મારી દ્રષ્ટિએ આ વાત બહુ મોટી છે.

આજે ઘણા માં-બાપ બંને જોબ કરે છે તે વખતે બાળકના મનની વાત સમજવા માટે કોઈ ત્રીજું તેના જીવનમાં આવે છે એટલેકે વ્યાવસાયિક સ્તરે બાળકની સંભાળ લેતી સંસ્થા કે વ્યક્તિ (care-taker). જોબ કરવી આજના સમય માટે જરૂરી છે પણ આપણે કામ કરીએ છીએ એ આપણા બાળક માટે પણ આ સમયમાંથી થોડો સમય કાઢીને આપણા બાળક પાછળ ખર્ચીશું તો આપણું બાળક કાલે વધારે મજબૂત થશે. બાળકને માનસીક રીતે નઅળું ન પાડો , જાતે જ લડવા દો, તેના પ્રશ્નોનું નિરાકરણ તેને જાતે જ કાઢવાનો પ્રયાસ કરવા દો ત્યારે તેનો આત્મવિશ્વાસ વધશે ભલે જયારે બાળક જ્યાં અટકે તો ત્યારે આપણે તેની હિંમત બનીને મદદ કરવાની પણ જિંદગીમાં કયારેય કોઈ પર નિર્ભર નહી બની રહે. કયારેક આપણે પણ જાણતા-અજાણતા તેમની પાસેથી કઈક શીખી લેતા હોઈએ છીએ.

આજે હું મારી દીકરીની સાથે જ છું અને હું એને કહું છું કે હું તારી સાથે જ છું આગળ વધ, સામેથી હું પણ શીખી શકું કે હું મારી દીકરીને કઈ રીતે આગળ વધારી શકું. મારી અપેક્ષાઓં ઓછી કરી મારે એની સાથે રહેવું છે, એને માટે પ્રયત્ન કરવા છે જેથી કરી આવતીકાલની પ્રભાત તેને માટે વધારે સારી અને સફળ બને.

ચાલો, આ મારૂં મંતવ્ય છે તમે શું કહેવા માગો છો? કદાચ તમારા મંતવ્યથી હું કંઈ નવું શીખી શકું.

 

સુશ્રી બિરજુબહેન ગાંધી, રાજકોટ

mahekgandhi01@gmail.com

2 thoughts on “ભવિષ્ય જતુ અંધકારમાં – બિરજુ ગાંધી”

 1. ઈ-વિદ્યાલય પર પ્રદાન કરતા શ્રી. પી,કે. દાવડાનો આ લેખ પણ આ જ બાબત જુદો દૃષ્ટિકોણ આપી જાય છે –
  https://davdanuangnu.wordpress.com/2018/07/26/%E0%AA%86%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80-%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE/

 2. વેબ ગુર્જરી પર મારો પ્રતિભાવ –
  બિરજુ બહેન,
  આ જમાનાના વાલીઓના પ્રશ્નો અમારા જેવા ૭૫ + ક્યાંથી જાણે? અમે તમને શું સલાહ આપી શકીએ? અમારો જમાનો તો સાવ જુદો જ હતો. ભણતી વખતે કેરિયર અંગે કોઈ વિચાર જ આવતા ન હતા. શું કરીશું? ક્યાં પહોંચીશું? – કશો જ વિચાર નહીં. બસ .. ભણવાની મજા જ મજા હતી.

  પણ ત્રીજી પેઢીના તણાવો જોઈને જીવ જરૂર બળે છે. આથી જ મારી બીજી પેઢીના પ્રતિનિધિ એવી બે વ્યક્તિઓના આવી મુઝવણોને અભિવ્યક્તિ આપવાના પ્રયાસોમાં સાથ આપું છું. તમારો આ ચિંતન લેખ અહીં પ્રકાશિત કર્યો છે –

  http://evidyalay.net/archives/100705

  – વેગુ પર લખતો હોવાના કારણે આ ચેષ્ઠા કરી છે. અજુગતું લાગે તો ત્યાંથી કાઢી નાંખીશ. પણં આશા છે કે, કાંઈક આશાકિરણ ત્યાંથી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.