One thought on “સંગીત સમજ”

  1. વાહ-સંગીતનો ખજાનો
    આંખ બંધ કરી માણ્યા કરીએ
    મ્યુઝિક થેરેપી ખૂબ જ અસરકારક સાબિત થઇ રહી છે. વિવિધ રાગોથી રોગથી મુક્તિ મળે એવુ નથી પણ ખળખળતાં ઝરણાં, ઘૂધવતો દરિયો,પંખીઓના કલરવ જેવા અવાજો પણ દર્દીઓને રોગોમાં રાહત આપી શકે છે.કિડનીના દર્દીઓને વહેતાં ઝરણાં, પખીઓના કલરવ સહિતના અવાજો સંભળાવીને દર્દમુક્ત કરાવવાનો પ્રયાસ કરાયો હતો. મ્યુઝિક થેરેપી દવાનું યે કામ કરે છે. ઘણાં લોકોના મનમાં એવી સમજ પ્રવર્તે છેકે, સંગીતથી રોગની સારવાર થાય છે પણ એવું નથી. દવા અને મ્યુઝિકથેરેપીનો સંગમ હોવું જરૃરી છે. પાચનરોગોમાં રાગ દેશ,રાગ વૃંદાવની સારંગ, ડિપ્રેશનમાં રાગ ભૈરવી, રાજ યમન જયારે અનિંદ્રામાં રાગ પીલું અસરકારક છે. રાગમાંયે કયા વાંજીત્રનો ઉપયોગ થાય છે તે મહત્વનુ છે જેમ કે, રાગ યમન સિતારમાં સાંભળવામાં આવે અને આ જ રાગ વાંસળી દ્વારા સાંભળવામાં આવે તો રોગમાં વધુ અસર કરે છે. કિડનીના દર્દી રાગ બસંત સાંભળે તો દર્દીનું ધ્યાન ડાયવર્ટ થાય છે અને દર્દમાં રાહત થાય છે.પેઇન મેનેજમેન્ટ અને પ્રસવપિડામાં પણ મ્યુઝિક થેરેપી ઉપયોગી છે.સંગીતમાં દુખાવામાં રાહત આપવાની પણ ક્ષમતા છે. ઓટીઝમ અને હાઇપર એકિટલ બાળકોને જો મ્યુઝિક થેરેપી આપવામાં સારા પરિણામો મળી શકે છે.માત્ર સંગીત સાંભળવાથી જ નહી પણ, દર્દી ખુદ સંગીત વગાડે તો પણ દર્દથી જલ્દી રાહત મળે છે જેમ કે, શ્વસન રોગના દર્દી જાતે ફ્લુટ વગાડે અથવા તો પેરાલિસિસના દર્દી જાતે જ ડ્રમ,તબલાં વગાડે તો જલ્દી સારાં થઇ શકે છે.સંતુર પર વગાડાયેલા રાગ દેશને રોજ ૧૫ મિનિટ સાંભળવાથી કબજીયાત, ડિપ્રેશન અને અનિંદ્રામાં ઘણાં દર્દીઓએ રાહત મેળવી હતી.
    કયો રાગ કયા રોગમાં અસરકારક
    પાચન રોગો – રાગ દેશ, રાગ વૃંદાવની સારંગ
    ડિપ્રેશન – રાગ ભૈરવી , રાગ યમન
    અનિંદ્રા – રાગ પીલું
    શરીરનો દુખાવો – રાગ બસંત
    સાભાર વૅબ દુનિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *