ભાષા જ્ઞાન – હળવાશથી ( ૧૨)

‘બારે મેઘ ખાંગા થવા’ એટલે અતિશય વરસાદ થવો.

‘ખાંગું’ એટલે ‘વાંકું’ – ત્રાંસી ધારે એક બાજુ નમતો વરસાદ.

બારે મેઘ

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.

  1. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.

  2. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.

  3. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.

  4. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.

  5. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.

  6. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.

  7. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.

  8. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.

  9. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

  10. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.

  11. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.

  12. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

આવા ઘણા બધા શબ્દોની હળવાશ અહીં….

[૧૦૨૯]

One thought on “ભાષા જ્ઞાન – હળવાશથી ( ૧૨)”

  1. ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન…
    મોટાને પણ ખબર ન હોય તેવી વાત સરળતાથી સમજાવવા બદલ
    .
    ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *