સવાલ તમારા; જવાબ અમારા – ૨

 

સવાલ

જવાબ

આપણને બગાસું કેમ આવે છે? એક કારણ એ છે કે જયારે આપણે થાકી ગયા હોઈએ કે કંટાળી ગયા હોઈએ ત્યારે આપણે પહેલાની જેમ ઊંડો શ્વાસ નથી લેતાં એટલે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઇ જાય છે. એટલે ઓક્સિજનનું પ્રમાણ વધારવા આપણે બગાસું ખાઈએ છીએ. બીજું એક કારણ છે કે બગાસાને કારણે મગજ ઠંડુ થાય છે. જેમ કમ્પ્યુટરને ઠંડુ રાખવા તેમાં પંખો હોય છે તેમ.
લોહીનો રંગ લાલ કેમ છે? આપણા લોહીમાં લાલ રક્તકણો હોય છે. આ લાલ રક્તકણોમાં હેમોગ્લોબિન નામનું પ્રોટીન છે. આ હેમોગ્લોબિનનાં જુદા જુદા ભાગો હોય છે જેમાનું એક છે હેમેસ. આ હેમેસ લોહીનો રંગ લાલ કરે છે.
શિયાળામાં આપણા મોંમાંથી ધુમાડો કેમ નીકળે છે? ઉચ્છવાસના ઉષ્ણતામાન અને બહારના ઉષ્ણતામાનમાં ફરક હોવાને કારણે આમ થાય છે. ઉચ્છવાસ ગરમ હોય છે જ્યારે બહારનું તાપમાન ઠંડુ હોય છે; જેને કારણે તે ઘટ્ટ બને છે અને ધૂમાડારૂપે બહાર આવે છે.
આપણા રૂંવાડા ઉભા કેમ થઇ જાય છે? તાપમાન ઓછું થવું, ભય લાગવો કે પ્રબળ લાગણી ઉત્પન્ન થાય ત્યારે મગજ સ્નાયુઓને તેનો સંદેશ મોકલે છે. આ સંદેશને કારણે સ્નાયુઓ કાર્યરત થાય છે અને તેની સાથે જોડાયેલા વાળો ખેંચાય છે અને તે ઊભા થાય છે. જેને આપણે રૂંવાડા ઉભા થઇ ગયા એમ કહીએ છીએ.
સૂર્ય ગરમ કેમ છે? સૂર્યની અંદર લાખો હાઈડ્રોજન અણુ હોય છે, જે એકબીજામાં ઓગળી જાય છે. આને કારણે અત્યંત પ્રજ્વલ્લિત ઉર્જા પ્રગટ થાય છે જેને કારણે સૂર્ય એકદમ ગરમ થાય છે.

સાભાર - મોક્ષા શાહ

-- --

One thought on “સવાલ તમારા; જવાબ અમારા – ૨”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *