‘ગુગલ’ને ગુરુ બનાવીએ

     ભારતીય સંસ્કૃતિમાં ગુરુપુર્ણિમાનું અનન્ય મહત્વ છે. ગુરુના સાનિધ્યમાં રહીને ભાવિકો જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગશક્તિ પ્રાપ્ત કરે છે. ગુરુપુર્ણિમાએ ગુરુ પ્રત્યેનો ભાવ પ્રગટ કરી ગુરુને સન્માન આપવાનો એક અનેરો ઉત્સવ તેમજ અવસર છે. ગુરુઓના બે પ્રકાર હોય છે.

  1. આધ્યાત્મિક ગુરુ કે જેની પાસે જવાથી માનસિક શાંત મળે, આંતરિક શક્તિ મળે, મનો-વ્યથા શાંત થાય છે. જીવનની આંટીઘુટીમાં માર્ગદર્શન આપે છે.
  2. જેની પાસેથી કંઈ પણ શીખવા મળે, માર્ગદર્શન મળે તે ગુરુ.

      દતાત્રેય ભગવાને ૨૪ ગુરુ બનાવ્યાની વાત શાસ્ત્રોમાં આવે છે. આજે હું આધ્યાત્મિક ગુરુની વાત કરતો નથી. પરંતુ સતત માર્ગદર્શકની ભૂમિકા ભજવતા ‘ગુગલ’ ગુરુની વાત કરવા માંગુ છું.

બૃહદ ઉપનિષદમાં એક સુંદર શ્લોક આવે છે,

અસતો મા સદગમય
તમસો  મા જ્યોતિર્ગમય

એટલે કે ..

            હે ઇશ્વર, તું મને અસત્યથી સત્ય તરફ લઈ જા. આજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જા.

            ૨૧મી સદી ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની સદી છે. આજનો યુગ સેલ્ફ લર્નીગનો છે. સેલ્ફ લર્નર માટે એકલવ્ય આદર્શ છે. તેથી સેલ્ફ લર્નીગમાં આપણને ઉપયોગી ‘ગુગલ’ છે. દિન-પ્રતિદિન અખૂટ માહિતી ‘ગુગલ’ પર અપલોડ થાય છે.

            વિવિધ માહિતી આપતી વેબસાઈટસ, વિડીયો અને યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટસઅપ જેવાં સોશિયલ મીડિયા પર અનેક માહિતી પ્રાપ્ત થાય છે. આ બધાં જ જ્ઞાનપ્રાપ્તિનાં સ્ત્રોત છે. આ બધાં જ સાધનોનો શિક્ષણમાં મહત્તમ ઉપયોગ કરવા જોઈએ.

            વિવિધ વિષયો વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવાં અનેક મુદ્દાઓને લગતી અઢળક માહિતી ‘ગુગલ’ પર સરળતાથી પ્રાપ્ય છે. આ બધું જ ટેક્સ્ટ અને વીડિયોના સ્વરૂપમાં પ્રાપ્ત છે. વિજ્ઞાનના પ્રયોગો, અંગ્રેજી વ્યાકરણના મુદાઓ, ઇતિહાસની ઘટનાઓ અંગેની માહિતી સરળ વિડીયો દ્વારા શીખી શકાય છે. આ બધું જ કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, કોઈપણ સ્થળે અને એકદમ ફ્રિ પોતાની મેળે પ્રાપ્ત કરી શકે છે. ધારે તે શીખી શકે છે.

            જેમ કે અંગ્રેજી બોલતાં શીખવું, સ્પર્ધાત્મક પરીક્ષા કે ઈન્ટરવ્યુની તૈયારી કરવી, ઘરે કેક કેમ બનાવવી, જેવી કોઈપણ પ્રકારની માહિતી વિડીયો દ્વારા શીખી શકાય છે. આ તમામ માહિતી ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

            આ બધા માટે ‘ગુગલ’ને ગુરુ બનાવો. જાતે નવું નવું શીખી આધુનિક એકલવ્ય બનીએ.

            આદર્શ શિષ્યમાં અથવા શીખનારમાં આ પાંચ ગુણો હોવા જરૂરી છે.

  • જીજ્ઞાસુ બનો
  • નવું નવું શીખવા માટે તત્પર રહો
  • મહેનતુ બનો
  • નિયમિત રહો
  • સ્વયં શિસ્ત જાળવો

આ ગુણો વિકસાવવાથી આપણે ઈચ્છીએ તે શીખી શકીએ છીએ. આ ગુરુપૂર્ણિમાના અનેરા અવસર પર ‘ગુગલ’ને ગુરુ બનાવી આદર્શ શિષ્ય બનીએ.

એક કવિની કાવ્ય પંક્તિઓ નવું શીખવાની પ્રેરણા આપતી જાય છે. તે આ મુજબ છે.

મુજે તૈરને દે યા, ફિર બહના સિખા દે.

અપની રજા મેં,અબ તું રહના સિખા દે.

મુજે શિકવા ન હો,કભી ભી કિસી સે,

એ કુદરત મુજે સુખ ઓર દુઃખ કે પાર જીના શિખા દે. 

 

ડૉ. સંજય કોરિયા

શ્રી એમ.બી. અજમેરા હાઇસ્કૂલ,

વિંછીયા, જિ. રાજકોટ, મો. ૯૮૯૮૦૦૧૯૮૨

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.