ઉબુન્ટુ

     આ આફ્રિકાની વાત છે. આફ્રિકાના બાળકોને એક માનાવશાસ્ત્રીએ એક રમત રમાડવાનું નક્કી કર્યું. એક ઝાડ પાસે એક ટોપલીમાં થોડાં ફળો મુક્યા અને બધા બાળકોને તે ઝાડથી ૧૦૦ મીટર દૂર ઊભા રાખ્યા. પછી કહ્યું કે જે બાળક પહેલું પહોંચશે તેને બધા ફળો મળશે.

    ત્યારબાદ તેણે એક, બે, ત્રણ કહી બાળકોને દોડવા ઈશારો કર્યો.

     તમને ખબર છે તે બાળકોએ શું કર્યું?

     બધાએ એકબીજાના હાથ પકડયા અને એક સાથે દોડ્યા અને પછી બધાએ ટોપલીના ફળો વહેંચીને ખાધા અને તેમ કરીને આનંદ લીધો.

   

 જ્યારે માનવશાસ્ત્રીએ તે બાળકોને પૂછ્યું કે તમે કેમ આમ કર્યું ત્યારે જવાબ મળ્યો ‘ઉબુન્ટુ’.

     આફ્રિકન આ શબ્દનો અર્થ છે -

 

  જ્યારે બીજા દુ:ખી હોય ત્યારે કોઈ કેવી રીતે આનંદ પામે?

     અન્ય રીતે આનો અર્થ છે - ' હું છું કારણ કે, આપણે છીએ.'

      મિત્રો, જીવનમાં એકલપેટા ન થતાં વહેંચીને ખાવાનો જે આનંદ છે, તે અનન્ય છે અને તે આ શબ્દ દ્વારા વર્ણવાય છે. તમે પણ આ અપનાવો અને આનંદિત થાઓ.

     -   નિરંજન મહેતા

નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *