ચાલો મેળે…

બાળકો! આવો આજે પૂનમ છે. 

ચાલો "મન પાંચમના" મેળે જઈએ. 

યાદ રાખજો સાથે રસ્તામાં ખાવા 'શીંગ અને ચણા' જરૂર લાવજો .

પાણીની બાટલી ભૂલતા નહી !

ચંપલ નહી, બૂટ પહેરીને આવજો. 

જો તાપ લાગે તો સાથે છત્રી લાવવાની છૂટ છે. 

હસતા, કૂદતા, ખેલતા આવજો.

મેળામં ખૂબ મઝા આવશે. 

ચગડોળમાં બેસીશું. 

ફુગ્ગા ખરીદીશું.

જાદુના ખેલ જોઈશું.

જમવામાં સમોસા ચાટ મળશે. મફતમાં !  

બુઢ્ઢીના વાળ અને બરફનો ગોળો મારા તરફથી સહુને ખવડાવવામાં આવશે. 

ચાલો ત્યારે બરાબર આવતિકાલે સવારે આઠ વાગે, કૃષ્ણના મંદિરની સામે . 

  -  પ્રવીણા કડકિયા

તરણેતરનો મેળો
--

3 thoughts on “ચાલો મેળે…”

  1. બુઢ્ઢીના વાળ અને બરફનો ગોળો મારા તરફથી સહુને ખવડાવવામાં આવશે.
    ચાલો ત્યારે બરાબર આવતિકાલે સવારે આઠ વાગે, કૃષ્ણના મંદિરની સામે
    વાહ
    આ તમારા મનપાંચમના મેળામા અમે પણ આવશું !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.