સવાલ તમારા, જવાબ અમારા – ૩

 

સવાલ

જવાબ

દુનિયાનો મોટામાં મોટો સમુદ્ર કયો? પેસિફિક મહાસાગર. તેનો વિસ્તાર ૧૬૫,૨૫૦,૦૦૦ સ્કે. કી.મી. છે. પૃથ્વીની સપાટી પરના પાણીનો લગભગ ૪૬% હિસ્સો આ સમુદ્રમાં છે.
દુનિયાનું મોટામાં મોટું રણ કયુ છે? સહારા. તેનો વિસ્તાર ૯૨,૦૦,૦૦૦ સ્કે. કી.મી. છે. એ ઉત્તર આફ્રિકામાં આવેલ છે.
પર્વત પર રસોઈ કરતા કેમ વધુ સમય લાગે છે? પર્વત ઉપર વાતાવરણનું દબાણ ઓછું હોય છે એટલે પાણીને ગરમ થતા વધુ સમય લાગે છે એટલે રસોઈ થતા વાર થાય છે.
મનુષ્યના લોહીનું સાધારણ તાપમાન કેટલું હોય છે? ૩૭ ડીગ્રી સેન્ટીગ્રેડ કે ૯૮.૫ ડીગ્રી ફેરનહાઈટ
કોઈ પણ વસ્તુનું વજન ધ્રુવપ્રદેશ કરતા વિષુવવૃત્ત  પર ઓછું કેમ હોય છે? ધ્રુવપ્રદેશમાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધુ હોય છે એટલે.

    -   નિરંજન મહેતા

-- -- --

2 thoughts on “સવાલ તમારા, જવાબ અમારા – ૩”

  1. પર્વત પર રસોઈ કરતા કેમ વધુ સમય લાગે છે?
    માફ કરશો પણ જણાવવાનુ; કે આ સવાલનો જવાબ બરાબર નથી. પર્વત ઉપર હવાનું દબાણ ઓછું હોઈને પાણીનું ઉત્કલનબીન્દુ નીચુ જાય છે તેથી પાણી ઓછા ઉશ્ણાતામાને ઉકળવા માંડે છે. પ્રેશર કુકરમાં એમાં નાખેલા પાણી ઉપર દબાણ વધારવામાં આવે છે તેથી પાણી ઉંચા ઉશ્ણાતામાને ઉકળે છે તેથી રસોઈ જલદી થાય છે.

    1. વર્ષો પહેલા ૧૯૭૨મા BOURNVITA QUIZ CONTEST નામનો પ્રોગ્રામ આવતો હતો જેમાં શાળાઓના બાળકો વચ્ચે સ્પર્ધા કરાતી સવાલ જવાબ દ્વારા. આવા સવાલા બાદમાં પુસ્તક રૂપે બહાર પડ્યા હતા તેમાં એક સાવલ હતો તે અને તેનો જે જવાબ અપાયો છે તે હું નીચે આપું છું.
      Q. Why does it take more timr to cook meals on a hill-station?
      A. On a hill-station the atmospheric pressure is low, which increases the time taken for water to boil.

      હું વૈજ્ઞાનિક ન હોય મેં આ સવાલ-જવાબનો અનુવાદ કરી જેમ છે તેમ મુક્યો હતો.

      આપની વાત પણ સાચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *