વયસ્કનું બાળગીત

 - દિપક બુચ
તરુવરની કૂખે,
 કૈંક કૂપળો મધ્યે;
 હું પણ ખીલ્યું'તું ;
 હું તો પીળું-મઝાનું,
 પાનખરનું એક પાન!
-
 જોયા ચોમેર ખૂબ નઝારા,
અહા.! કેમ ભૂલાય ?
ડાળે-ડાળે કલશોર કરનારા ?
 હું તો પીળું-મઝાનું,
 પાનખરનું એક પાન!
-
ઉમંગે ઉઘડતી,જોઈ ઘણી,
 પમરાટ પ્રસારાવતી,
 કળીઓ ને કૂંપળો,
 હું તો પીળું-મઝાનું,
 પાનખરનું એક પાન! 
-
 ખીલજો ખુશ્બુતણાં કુસુમો,
 ને પ્રાણ સીંચતાં પર્ણો,
 નિસ્વાર્થે નીહરજો,
 હું તો પીળું-મઝાનું,
 પાનખરનું એક પાન!
-
 અહા! કેવી ખીલી છે!
 આ પાનખર અમારી,
 મધુર વાયરે ખડખડતી સવારી,
 હું તો પીળું-મઝાનું,
 પાનખરનું એક પાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.