નવાં લેખિકા – ગીતા ભટ્ટ

   

    શ્રીમતિ ગીતાબહેન ભટ્ટ આજથી ઈ-વિદ્યાલયમાં નિયમિત લેખિકા તરીકે જોડાયાં છે.  મુંબઈમાં જન્મ અને અમદાવાદમાં ઉછેર પછી તેમણે ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે બાવીસ વર્ષની ઉંમરે સાબરકાંઠા જિલ્લાની તલોદ કોલેજથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 

     લગ્ન પછી, બે બાળકોના જન્મ બાદ ટૂરિસ્ટ વિસા લઈને કુટુંબ સાથે ૧૯૮૮ ની સાલમાં અમેરિકા પ્રયાણ કર્યું. પછી પરિસ્થિતિ બદલાઈ અને અનાયાસે જ બાળ ઉછેર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. પછી તો પોતાનું બાલમંદિર પણ શરૂ કર્યું; અને સમય જતાં એને નેશનલ લેવલ પર ઉચ્ચ ગુણવત્તાનું પ્રમાણપત્ર પણ મળ્યું! ગીતાબહેને શિકાગોમાં આડત્રીસ વર્ષના નિવાસ દરમ્યાન અનેક સામાજિક સંસ્થાઓમાં નેતૃત્વ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં,  સાહિત્યિક પ્રવૃત્તિઓ પ્રશસ્ય કામ અને કમ્યુનિટીના અનેક એવોર્ડ મેળવ્યા છે અને હાલ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યનાં લોસ એન્જેલસ શહેરની નજીક રહે છે.

   પણ ઈ-વિદ્યાલય માટે સૌથી અગત્યની વાત એ છે કે, આટલા લાંબા સમય સુધી ઉચ્ચ શિક્ષણથી માંડીને બાલ મંદિર અને બાળ-ઉછેરમાં ગળાડૂબ રહેલાં  ગીતાબહેન ગુજરાતનાં બાળકો, કિશોર/ કિશોરીઓ અને વાલીઓને ઘણી કિમતી સામગ્રી પીરસવાનાં છે. 

    તેમનાં અનુભવોની લેખ શ્રેણી 'વાત્સલયની વેલી' શિર્ષક હેઠળ સાન ફ્રાન્સિસ્કો નજીક મિલ્પિટાસના 'બેઠક' નામના બ્લોગમાં પ્રકાશિત થઈ રહી છે. એના વિશે થોડીક વાત - તેમના પોતાના જ શબ્દોમાં- 

     બાળકોને તો સ્વર્ગમાંથી ઉતરી આવેલાં દેવદૂતો કહ્યાં છે. હસતાં રમતાં બાળકો કેવાં વ્હાલાં લાગે? ગમે તેવાં કાઠાં હદયને ય પિગળાવી દે. પણ એ જ બાળક જિદ્દે ચઢે તો ?  બસ, આવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ બાલમંદિરના મારાં ત્રણ દાયકાના બાળકો સાથેના કાર્ય, અથવા તો બાળકો ને કારણે ઉદભવેલા પ્રંસગોનાં સંસ્મરણો વિષે લખતાં -વિચારતાં થાય છે. 

     પણ આખરે તો જિદ્દે ચઢેલા બાળકને સમજાવી ને ગાડી પાટે ચઢાવી ગંતવ્ય સ્થાને પહોંચાડીને એક પ્રકારનું ગૌરવ અનુભવીએ. જીવનમાં આટલાં બધાં વર્ષો બાળકોની નર્સરીમાં શિક્ષક તરીકે, ડાયરેક્ટર તરીકે અને માલિક તરીકે કામ કરી નિવૃત્ત થતાં એ ગૌરવ , સંતોષ અને હાશકારો અનુભવું છું. પણ સૌથી વધુ તો એ બાળકોએ મને શીખવેલ અને મારા જીવનમાં પરિવર્તન લાવનાર ગુણો કેળવવા માટે  કૃતજ્ઞતા અનુભવું છું! 

    આ રહી - પહેલી મીઠાઈ 'ક્રિસની વાત'   

5 thoughts on “નવાં લેખિકા – ગીતા ભટ્ટ”

  1. Welcome Geetaben, eVidyalay is so fortunate to have you as a writer here. surely your thoughts and experiences will make difference. Thanks to you and Su.dada.

  2. ઇવિદ્યાલય ! દર અઠવાડીએ આપ સૌને ઈવિદ્યાલયનાં માધ્યમ દ્વારા મળીશકું છું તેને હું મારુ અહોભાગ્ય સમજુ છું! અને સુરેશભાઈનો પણ આભાર માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.