નવાં લેખિકા – જયશ્રી મર્ચન્ટ

   શ્રીમતિ જયશ્રી વિનુ મરચન્ટ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના Bay Area માં રહે છે. મુંબઈમાંથી માઈક્રોબાયોલોજી અને બાયોકેમીસ્ટ્રીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી પેથોલોજીનો ડિપ્લોમા પૂરો કર્યો. અમેરિકા સ્થાયી થવા આવ્યા ત્યારે ફુલ ટાઈમ જોબ કરતાં કરતાં, ક્લિનિકલ પેથોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી લીધી. એના પછી અમેરિકામાં  ક્લિનિકલ પેથોલોજીસ્ટ તરીકે કામ કરવા માટે જરૂરી પરીક્ષા પાસ કરી. ૪૧ વર્ષની કારકિર્દી પછી છેલ્લા અગિયાર વર્ષ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ઓક્લેન્ડમાંથી ડિરેક્ટરના હોદ્દા પરથી ૨૦૧૪ માં નિવૃત્ત  થયાં .   

      નાની વયથી વાંચન-લેખનનો શોખ હોવાથી, અનેક ગુજરાતી સાહિત્યકારોના સીધા સંપર્કમાં આવ્યાં, જેથી એમના સાહિત્ય શોખને વધારે પોષણ મળ્યું. નવનીત, ગુર્જરી, કવિતા વિ. સામાયિકોમાં તેમની રચનાઓ અવાર નવાર પ્રસિદ્ધ થતી રહે છે. હાલમાં જ ઈમેજ પબ્લીકેશન દ્વારા એમના કાવ્યો અને ગઝલના બે પુસ્તકો પ્રકાશિત થયાં છે.

   ઈ-વિદ્યાલય માટે અગત્યની અને મજાની વાત એ છે કે, બાળકો માટે એમને અનહદ પ્રેમ છે. આજથી નિયમિત રીતે બાળકોને ઉપયોગી થાય એવી વાનગીઓ ઈ-વિદ્યાલય માટે મોકલવાનાં છે.

      મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી હોવાથી એમના લખાણમાં તમને વિજ્ઞાનની ચોકસાઈ અને સાહિત્યની મીઠાશ માણવા મળશે.

    આપણે માટે તેમણે મોકલેલી  પહેલી મીઠાઈ આ રહી  -  

    દાવડાનું આંગણું પર તેમની લેખ શ્રેણી ' જિંદગી એક સફર હૈ સુહાના'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.