બેસતા વર્ષના સંકલ્પ!

સૌ મિત્રોને.....

નૂતન વર્ષાભિનંદન

      દર વર્ષની જેમ આજે પણ નવા સંકલ્પ કરવાનો દિવસ. કાલે જ એ ભુલી જવાના ને?! 

      આપણી આ હરકત અંગે આપણને વિચારતા કરી દે તેવો, એક સરસ વિડિયો આપણા મિત્ર શ્રી રાજેશ કોલડિયાએ( 'ભાર વિનાનું ભણતર' ના સર્જક ) બનાવ્યો છે. 

    સાથે સાથે..... ઈ-વિદ્યાલયની સાથે હમ્મેશ રહેલા શ્રી. રમેશ પટેલ (આકાશદીપ)નું દિવાળી કાવ્ય -

દીવા લઈને આવી દિવાળી 
વૈભવ તમારો- એ ખુશી અમારી
કે આવો મનાવો દિવાળી

જ્ઞાન એજ દીવો
હેતે પ્રગટાવો
રે મંગલ મુહૂર્ત જ દિવાળી
શિશુ સાંભળજો ઈ-વાત શાણી.
કે આવો મનાવો દિવાળી

ઝગમગ આ વાણી
એ જીવન ઉજાણી
હૈયે ઉમંગ, જીભે મીઠી વાણી
સંસ્કાર સબરસની ઈ-થાળી
કે આવો મનાવો દિવાળી

યુ ટ્યુબ હો રંગોળી
વાર્તાની પૂરણપોળી
ફૂટ્યા ફટાકડા સ્વાગતના ભારી
હૈયાં ઉજાસ્યાં- એ સાચી દિવાળી
કે આવો મનાવો દિવાળી

gyankunj viidio

નવા વર્ષના સંકલ્પો

Posted by Gyankunj on Wednesday, October 31, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.