જામનગર જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.

જામનગર જિલ્લો ધ્રોળ, જામનગર, લાલપુર, જામ જોધપુર, જોડિયા, કાલાવડ – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 525 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 8,441 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 20 લાખથી વધુ છે. 73%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

જામનગર જિલ્લો ગુજરાત અને ભારતના પશ્ચિમ છેડે આવેલો છે. પિત્તળની હાથકારીગરીની નાની-નાની બનાવટો માટે ભારતભરમાં જાણીતું જામનગર ઐતિહાસિક શહેર છે. તે તેનાં સ્મશાન અને પ્રાકૃતિક ચિકિત્સા માટે પણ ખ્યાતનામ છે. આ જિલ્લાની અગત્યની પેદાશ જુવાર, બાજરી, મગફળી અને દરિયા કિનારે મીઠું તેમજ પર્લ-મત્સ્યઉદ્યોગ છે. ભારતનો એક્માત્ર સામુદ્રીજીવો માટેનો રાષ્ટ્રિય ઉદ્યાન પણ જામનગર જિલ્લામાં પિરોટન ટાપુ ખાતે છે.  


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- -- --
જામનગર જિલ્લો
જામનગર શહેરનું સ્મશાન
જામનગર સોલેરિયમ
પિત્તળનાં વાસણો બનાવતાં...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *