જૂનાગઢ જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.

     જૂનાગઢ જિલ્લો ભેસાણ, જૂનાગઢ, જૂનાગઢ સીટી, કેશોદ, માળીયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર – એમ કુલ ૧૦  તાલુકાઓનો બનેલ છે. આ જિલ્લામાં ૫૪૮  જેટલાં ગામડાં આવેલાં છે;  જ્યારે તેનો કુલ વિસ્તાર ૫,૦૯૨  ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી ૨૧  લાખથી વધુ છે. ૭૫%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

     સૌરાષ્ટ્ર અને ભારતના ગૌરવસમા સિંહનાં દર્શન હવે ભલે નવાં બનાવેલ ગીર સોમનાથ જિલ્લામાં કરી શકાય, પણ ગીર નેશનલ પાર્કનો અમુક હિસ્સો જૂનાગઢ જિલ્લામાં પડે છે. જૂનાગઢ શહેર પૌરાણિક શહેર છે અને અહીંના કિલ્લા, મહેલો અને પુરાતન કલા-કારીગરીઓ જોવાલાયક છે.

    ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અને તેની તળેટીમાં આવેલ અશોકના શિલાલેખ જૂનાગઢની આગવી ઓળખ સમાન છે. જૂનાગઢ જિલ્લો કેસર કેરીઓ માટે પણ પ્રખ્યાત છે


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- -- --
જૂનાગઢ જિલ્લો
બહાદુદ્દિન મકબરો, જૂનાગઢ
દામોદર કુંડ , જૂનાગઢ
કેસર કેરી
કેસર કેરી
ઉપરકોટ કિલ્લો, જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *