નવો વિભાગ – દુનિયાની સફર

     કલ્પનાબહેન દેસાઈની ઓળખ ઈ-વિદ્યાલય પર આપવાની હોય? એ તો બહુ જ લાંબા સમયથી આપણી સાથે સંકળાયેલાં છે.  પણ નવા વાચકોને એમનો પરિચય કરાવવો જ રહ્યો - 

      નવસારી જિલ્લાના ચીખલી  ગામમાં  ૧૯૫૩ માં જન્મેલાં કલ્પના બહેન ઉકાઈ બંધથી બનેલા સરોવરની નજીક આવેલા મનોરમ્ય ગામ 'ઉચ્છલ' માં રહે છે.  આ સદીની શરૂઆતથી કલ્પના બહેન ઘરની બહાર હસતાં હસતાં નીકળ્યાં અને ત્યારથી ગુજરાતમાં હાસ્યની છોળ ફેલાવતાં રહ્યાં છે ! ( માફ કરજો...ઘરમાં રહીને જ !)  અર્થાત ...  ઘણા સામાયિકોમાં તેમના લેખ પ્રકાશિત થયા છે, અને છ પુસ્તકો પણ. વિવિધ સંસ્થાઓ વતી તેમનું સન્માન પણ થયેલું છે. )

     તેમનો ટૂંક પરિચય આ રહ્યો

  કલ્પના બહેનનો અવનવાં પ્રવાસ વર્ણનો અને હાસ્યની સામગ્રીથી ભરપૂર બ્લોગ 'લપ્પન છપ્પન(!)' આ રહ્યો.

 

    પણ નવી વાત એ છે કે, એમનો બહુ મોટો ખજાનો એમણે આપણા માટે 'સીમ સીમ ખુલ જા' કહીને ખોલી દીધો છે ! 'દુનિયાની સફર' શિર્ષક હેઠળ દર શુક્રવારે એમના ખજાનાની એક એક સામગ્રી અહીં પીરસવામાં આવશે .

પહેલી અવનવી મીઠાઈ આ રહી......

4 thoughts on “નવો વિભાગ – દુનિયાની સફર”

 1. ઉમદા વિચાર વૈભવના મહારથીઓ ઈ વિદ્યાલયનું ગૌરવ બની રહેશે
  સુસ્વાગતમ

  રમેશ પટેલ ( આકાશદીપ)

  1. તમારા જેવા ઈવિ શુભેચ્છકો સદૈવ હાજર હોય પછી કંઈ કહેવાપણું ન હોય.
   આભાર.

 2. આદરણીય પ્રજ્ઞાબહેન,
  રીડ ગુજરાતીના શરૂઆતના લેખોથી તમે સરસ પ્રતિભાવ આપતાં રહ્યાં છો. ખૂબ આનંદ થાય જ્યારે ઉચ્છલને જાણનારું કોઈક મળી આવે. બહુ મોડેથી જાણ્યું કે તમે યામિનીબહેનનાં ગુરુ છો. અમારી ખાસ્સી દોસ્તી છે. એ પણ અહીં મંડળી લઈને આવેલાં અને નાટકનો શો કરી ગયેલાં. મળતાં રહેજો. હવે તો ફોટાથી પણ તમને આોળખું છું. આભાર.

 3. સુસ્વાગતમ
  -કલ્પનાએ યાદ-‘ માન્ય ખ્યાલ એ છે કે સત્ય ઢાંકણ વગરનું હોય. કલ્પના એટલે ઢાંકી, ઢબૂરી, રંગીન તથા કસબી વસ્ત્રો અને ઝાકઝમાળ અલંકારોથી રૂપાળી બનાવેલી આપણને ગમતી આપણી કોઈ વિચાર-ઢીંગલી. સત્ય અને કલ્પના બન્ને હાથ ન મિલાવે એવી આપણી આ માન્યતા. હાથ ન મિલાવે તો બંને એકરૂપ તો ક્યાંથી જ બની શકે ? વાતને અસત્ય સાબિત કરતા બેન કલ્પનાના રમુજી લેખો માણતા સહજ સમજી શકાય
  ઉચ્છલ મનમા ગુંજે –
  ઉચ્છલ જલધિ તરંગ,
  તવ શુભ નામે જાગે
  તવ શુભ આશીષ માંગે,
  ગાહે તવ જયગાથા।
  જન ગણ મંગલદાયક જય હે
  ભારત ભાગ્યવિધાતા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.