હોબી – ૩, નાટક

 - જિગીષા પટેલ

વ્હાલા બાળમિત્રો,

     આજે આપણે વાત કરીશું નાટકની. નાટક એટલે એકટર દ્વારા લોકોની સામેજ સ્ટેજ પર ભજવાતું ચરિત્ર. કોઈપણ ચરિત્રને ભજવવા માટે તમારે તે ચરિત્ર જેવી જ વાણી, વર્તન અને પોશાકનો ઉપયોગ કરવો પડે. 

તમારે તમારી જાતને ભૂલી ને તે પાત્રમાં ઘૂસી જવું પડે.

    જો તમારે ગાંધીજીનું પાત્ર ભજવવું હોય તો તેમના જેવા જ ગોળ ચશ્માં પહેરી, હાથમાં લાકડી લઈ, પોતડી પહેરી, માથે ટકો હોય તેવી વિગ પહેરી “રઘુપતિ રાઘવ રાજા રામ”કે “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ધીમે અવાજે ગાવું પડે.

    તમારી ભાષામાં કહું તો નાટક એટલે ચાળા પાડવા, અનુકરણ કરવું. જે વ્યક્તિના ચાળા પાડવા હોય તેા તેના જેવા જ અવાજમાં, તેના જેવા જ કપડાં પહેરીને અને તેના જેવું જ હલનચલન અને વર્તન કરીને નાટક કરી શકાય.  તમે જેટલું સરસ રીતે, હૂબહૂ  અનુકરણ કરો તેટલા તમે સારા અદાકાર. નાટયકાર થવું સિનેમાના એકટર કરતાં વધુ અઘરું છે કારણકે,  નાટકના એકટરને દરેક વખતે લોકો સામે આવીને રડવાના, હસાવવાનો કે પ્રણયનેા રોમેન્ટિક અભિનય કરવો પડે. પારસી બનો તો પારસીની જેમ બોલવું પડે ”દીકરા સોજ્જો લાગટો છું ટુ ટો”અને મહેસાણાના પટેલ બનો તો”બોંકડા પર બેહ!  તારા મુઢામોંથી દોંત ખેંચી કાઢું.”આમ નાટકમાં બોલવાની રીત ને લહેકો પણ અલગ હોય.

      ગુજરાતી નાટક ચૌદમી સદીમાં ભવાઈ તરીકે આપણે ત્યાં ભજવાતું. રંગલેા અને રંગલી ગામ ના પાદરમાં કે પોળ ના ચોરા પર રાતના સમયે ખુલ્લામાં જ  'તા થેૈયા થૈયા તા થઈ' કરી લાંબા ભૂંગળ અને ઢોલ-નગારા જેવા વાજિંત્ર સાથે ભવાઈ કરતાં . અરે! તમને ખબર છે સૌથી પહેલું દુનિયાનું નાટક ગ્રીકમાં એન્થેસમાં પાંચમી સેન્ચુરીમાં ભજવાયું. ત્યાર બાદ આપણા ભારતના મહાન નાટકના રચયિતા ભવભૂતિએ માલતી-માધવ, ઉત્તર રામચરિત અને મહાવીરચરિત જેવાં નાટક લખ્યાં. આપણા કવિ કાલિદાસ અને મહાકવિ ભાસે તો સંસ્કૃતના ખૂબ જાણીતા શાકુન્તલ,વિક્રમોર્વશીયઅને માલવિકાગ્નિમિત્ર નાટકો આપણને વારસામાં આપ્યા.  નાટકની વાત આવે તો આપણા રવિન્દ્રનાથ ટાગોરને કેમ ભુલાય ? મોર્ડન બંગાળી નાટકની પહેલ કરનાર તેઓ હતા.

----

      આપણે નાટકની વાત કરીએ અને મહાન શેક્સપિયરને યાદ ન કરીએ  તો ન ચાલે. શેકસપિયરે આપણને ટ્રેજેડી, કોમેડી, હિસ્ટોરિકલ અદ્ભૂત નાટકો આપ્યા. તેમના બધા નાટકો વાંચવા જેવા છે પણ હેમલેટ, ઓથેલો, કિંગ લિયર, અને લેડી મેકબેથ ખૂબ પ્રચલિત છે. ઘણા  દેશોમાં તે ભજવાયા છે અને તેના પરથી ફિલ્મો પણ બની છે. તેના સુંદર ગુજરાતી અનુવાદ પણ મળે છે. શેક્સપિયરને  વાંચ્યા વગર નાટક ને જાણવું અધુરું છે.

     આપણા ગુજરાતી નાટકોમાં તમારે કેરિયર બનાવવી હોય તો મુંબઈ, અમદાવાદ અને વડોદરામાં અનેક એક્ટિંગ સ્કૂલો છે.જૂના INT ના પ્રવીણ જોષી અને સરિતા જોષીના નાટકો તેમજ ગુજ્જુભાઈ ફેઈમ સિધ્ધાર્થ રાંદેરિયાનાં  નાટકો પણ જોવાલાયક છે. 

----

નીચે કેટલાક મને ગમતા નાટકની વિડીઓ છે
    મને લાગે છે તે તમને પણ  જરુર ગમશે.

https://www.youtube.com/watch?v=eAkK2Rn5ZcY -- -- -- -- --
-- -- -- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *