ગુજરાતી શબ્દ ભંડાર – વિડિયો સ્વરૂપે – ૨

   ૧૪ ઓક્ટોબરે ગુજરાતી શબ્દોના વિડિયો બનાવવાની ફરીથી શરૂઆત થઈ ત્યારે એવો ખ્યાલ ન હતો, કે બીજી એક માતા પણ પોતાનાં સંતાન માટેનું વ્હાલ સમસ્ત ગુજરાત તેમ જ ડાયાસ્પોરાનાં ગુજરાતી બાળકો સુધી ફેલાવવા તત્પર બનશે.

 અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આમ બન્યું છે.

     પોરબંદર નજીક માધવપુર ( ઘેડ) માં જન્મેલ શ્રીમતિ ઉષાબહેન પંડ્યા આ યજ્ઞમાં બીજાં એક હોતા બન્યાં છે.  બાળપણમાં સાહિત્યમાં ઊંડો રસ ધરાવતાં ઉષાબહેન લગ્ન બાદ મુંબઈગરા બની ગયાં અને  સંસારમાં ખૂંપી ગયાં. કેવળ ડાયરી લખવા પૂરતો તેમનો લેખન રસ સીમિત બની ગયો.

     પણ બાળકો યુવાન થતાં, અને ઈન્ટરનેટની આધુનિક સુવિધાના પ્રતાપે, કિશોરકાળનો એમનો રસ સજીવન થઈ ગયો. એ માધ્યમ દ્વારા તેઓ શ્રીમતિ કલ્પનાબહેન દેસાઈના સમ્પર્કમાં આવ્યાં. શું એ કહેવાની જરૂર છે કે, કલ્પના બહેન શરૂઆતથી જ ઈ-વિદ્યાલયના સમર્થક રહેલાં છે? આપણા આ શબ્દભંડારની વિડિયો માટે મહિલા - અવાજની ટહેલ તેમણે ઉષા બહેનને મોકલી આપી. 

    અને અહો ! આશ્ચર્યમ્ ! માત્ર બે જ દિવસમાં બગીચાના  મઘમઘતા ફૂલ જેવો એક ઓર વિડિયો તૈયાર થઈ ગયો છે! 

     અને....

   એમાં ઉષાબહેને એમાં રણકતી ઘંટડી જેવો અવાજ આપ્યો છે.  નીચે એ પ્રસ્તુત છે. 

 બીજી એક અંગત વાત.... 

     આ લખનાર માટે માધવપુર (ઘેડ) એ માત્ર યાત્રાધામ જ નથી ; મુક્તિનું દ્વાર છે - 'આઝાદ' બનવાની કળાના કિમિયાગર પૂજ્ય શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામી   ત્યાં ૮૫ વર્ષથી રહે છે.  આ  વેબ સાઈટ શરૂ કરી તેના પહેલા અઠવાડિયામાં જ તેમના જીવન, કવન અને વચનામૃત આલેખતી ઈ-બુક અહીં મૂકી હતી - આ રહી... 

     એ વાતનું પુનરાવર્તન કરવાનું કે, ઈ-વિદ્યાલયનો ઉદ્દેશ માત્ર શિક્ષણ કે કેળવણી જ નથી પણ જીવન જીવવાની કળા  નાની વયથી બાળકો/ કિશોર/ કિશોરીઓમાં આત્મસાત થાય - એ પણ છે. ઉષાબહેને મદદ કરી છે તે વિડિયો આ સંદર્ભમાં પ્રતીકાત્મક છે.

સૌનું જીવન
એ પુષ્પો જેવું
મઘમઘતું , ઉલ્લાસમય બને
એ અભ્યર્થના.

     આ બધા  વિડિયો ગુજરાતનાં નાનકડાં ભુલકાંઓને , એમનાં માવતરને/ વાલીઓ સુધી પહોંચાડવા અમે તમારો સહકાર અને શુભેચ્છા વાંછીએ છીએ.

નોંધ -  શબ્દ ભંડારના બીજા વિડિયો પણ આ સાથે સામેલ કર્યા છે.
-- --
-- --

2 thoughts on “ગુજરાતી શબ્દ ભંડાર – વિડિયો સ્વરૂપે – ૨”

  1. સરસ…પ્રયાસ બાળકો ને નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય તેના પૂરક
    સ્વરૂપી આ વીડિયો ઉત્તમ ઉત્તમ છે..

    1. Oh my goodness! These videos are fantastic ! Even I don’t know the names of so many flowers: not in Gujarati nor in English!! વાહ! મેં હજુ માત્ર બે વિડિઓ જ જોઈ છે, પણ લાગે છે કે ખરેખર ઘણાંને આમાં રસ પડશે ! સુરેશભાઈ અને ટીમને ખુબ ખુબ અભિનંદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *