નવા લેખક – ડો. પ્રતાપ પંડ્યા

   ડો. પ્રતાપ પંડ્યાથી આપણે અજાણ નથી જ. ઈ-વિદ્યાલયના ધ્યેય અને મીશનને એમનો મીઠો અને દિલી ટેકો રહ્યો છે. પણ આજથી એમનો સક્રીય સહકાર  પણ આપણને મળતો થયો છે.  લોક ભારતી - સણોસરાના વિદ્યાર્થી અને જિંદગીભર સન્નિષ્ઠ શિક્ષક રહેલા પ્રતાપભાઈના અનુભવના રંગે રંગાયેલાં લખાણ આપણને  મળે - એ આપણો લ્હાવો છે,  ઉલ્લાસ છે.

       હાલ અમેરિકામાં હોવાથી પોતાની રચનાઓ હાથવગી ન હોવાનો એમને રંજ છે. પણ નવા વર્ષમાં ભારત જઈ આપણને ખુબ ખુબ સામગ્રી મોકલવાની હૈયાધારણ તેમણે આપણને આપી છે.

      તેમના આ લેખથી આ શુભ અવસરની શરૂઆત આપણે માણીએ.

     ડો. પ્રતાપ પંડ્યાનો પરિચય આ રહ્યો 

     છેલ્લી અને એક અગત્યની વાત. પ્રતાપ ભાઈને ઈ-વિદ્યાલય પર પ્રદાન કરવા પ્રેરિત કરવા માટે શ્રી. પી.કે.દાવડાનો ખુબ ખુબ આભાર.

6 thoughts on “નવા લેખક – ડો. પ્રતાપ પંડ્યા”

  1. વાહ ઘણું સરસ. પ્રતાપ કાકાને ભાવભીનો આવકાર. આપનું ઇવિદ્યાલયના આંગણે સ્વાગત છે.

  2. સરસ સમાચાર
    આ જ્ઞાનયજ્ઞમાં એમના જેવા સંનિષ્ઠ શિક્ષક જોડાય એ આનંદની vaat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *