બિલ ગેટ્સ

 બિલ ગેટ્સ

બાળકો, તમે જે કોમપ્યુટર વાપરો છો, કોમપ્યુટરને પોતાનું કામકાજ કરવા એક ઓપરેટીવ સિસ્ટમની જરૂર હોય છે. વિશ્વના મોટાભાગના કોમપ્યુટરો જે ઓપરેટીવ સિસ્ટમથી ચાલે છે એનું નામ વિન્ડોઝ છે. પ્રોગ્રામ અમેરિકાની માઈક્રોસોફ્ટ નામની સોફટ્વેર કંપની બનાવે છે. કંપનીના સ્થાપક અને એને વિશ્વભરમાં જાણીતી કરનાર માણસનું નામ છે બિલ ગેટસ.

અમેરિકામાં મોટાભાગના માણસોના નામના ટુંકા હુલામણા નામ હોય છે. મૂળ વિલિયમ નામ હોય તો એને બિલ કહી બોલાવવામાં આવે છે. વિલિયમ હેનરી ગેટસ એટલે કે બિલ ગેટસનો જન્મ ૨૮ મી ઓકટોબર, ૧૯૫૫ માં અમેરિકાના વોશીંગ્ટન રાજ્યના સિયેટલ શહેરમાં થયો હતો. ત્રણ ભાઈ બહેનમાં બિલ વચેટ હતો. ઠીક ઠીક શ્રીમંત મા-બાપનો દિકરો હોવથ એને બચપણમાં એને રમવા માટે રમકડાં અને રમત ગમતમાં ભાગ લેવાની સારી સગવડ મળી હતી. સારી શાળાઓમાં અભ્યાસ કરવાની સગવડ મળી હોવાથી, બિલ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં હોશીયાર હતો.

માત્ર ૧૩ વર્ષની ઉમ્મરથી બિલને કોમપ્યુટરના પ્રોગ્રામ બનાવવામાં રસ પડતો. ત્યારે તો IBM ના મોટા કોમપ્યુટરો હતા. એની શાળાને અમેરિકાની એક મોટી કંપનીએ એક કોમપ્યુટર ભેટમાં આપેલું. કોમપ્યુટર માટે બિલે ટીક-ટેક-ટો નામનો પ્રોગ્રામ કોમપ્યુટરની બેઝીક ભાષા વાપરી બનાવેલો.

અહીં શાળામાં એને પૌલ એલન નામના છોકરા સાથે દોસ્તી થઈ. એને પણ કોમપ્યુટરમાં રસ હતો. બીજા બે છોકરાઓની સાથે મળી અને બિલ અને પૌલે કોમપ્યુટર સેંટર કોર્પોરેશન નામની કંપનીના કોમપ્યુટરનો ચોરીછુપીથી વપરાશ કર્યો હતો અને પકડાયા હતા. એકવાર કંપનીના કોમપ્યુટરમાં કોઈ ખામી આવી ત્યારે બિલ અને એલને ખામી દૂર કરી આપી હતી, અને ખ્યાતિ મેળવી હતી. માત્ર ૧૭ વરસની વયે બિલ અને પૌલને એક પ્રોગ્રામ બનાવવા બદલ વીસ હજાર ડોલરનું મહેનતાણું મળ્યું હતું.

૧૯૭૩ માં બિલને કોલેજ એડમીશન માટેની સેટ પરિક્ષામાં ૧૬૦૦ માંથી ૧૫૯૦ માર્ક મળેલા અને એને હાવર્ડ યુનીવર્સીટીમાં દાખલો મળ્યો. અહીં એને સ્ટીવ બાલમર નામના વિદ્યાર્થી સાથે ઓળખાણ થઈ. થોડા સમય પછી પૌલ એલને ભણવાનું છોડી હનીવેલ કોરપોરેશન નામની કંપનીમાં નોકરી લીધી. એણે બિલને પણ અભ્યાસ છોડી દેવા સમજાવી લીધો અને બન્નેએ મળી માઈક્રોસોફ્ટ નામની કંપની ન્યુ મેક્ષીકો રાજ્યના અલ્બુકર્ક નામના શહેરમાં શરૂ કરી.

૧૯૮૦ માં IBM કંપનીએ માઈક્રોસોફટ કંપનીને પોતાના નાના પર્સનલ કોમપ્યુટર માટે સોફટવેર બનાવવાનું કામ સોંપ્યું, અને માઈક્રોસોફ્ટે જગવિખ્યાત MS DOS નામની ઓપરેટીવ સિસ્ટમ બનાવી આપી. એક કામમાં એમને ખૂબ પૈસા મળ્યા. ૧૯૭૮ માં ૨૫ માણસોના સ્ટાફમાંથી વધીને ૯૦,૦૦૦ માણસોના સ્ટાફ સુધી કંપની પહોંચી. કંપની કોમપ્યુટરની દુનિયામાં ઉત્તમ સોફ્ટવેર બનાવીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

૨૦૧૨ માં બિલ ગેટસ દુનિયાનો સૌથી વધારે ધનાઢ્ય માણસ બની ગયો. કમાયેલા ધનનો અંગત ઉપયોગ કરવાને બદલે એણે વિશ્વભરના વંચિત લોકોને મદદ કરવા પોતાનું ધન એક સંસ્થા સ્થાપી એને હવાલે કરી દીધું. સંસ્થા એટલે બિલ અને મિલીંદા ગેટસ ફાઉન્ડેશન. હાલમાં પોતાનો બધો સમય ફાઉન્ડેશનના કામકાજમાં ગાળે છે.

-પી. કે. દાવડા

--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.