મિહીર પાઠક, શિક્ષક સામગ્રી

        એ શિક્ષક છે - સાચો શિક્ષક. કારણ? એ હમ્મેશ માટે વિદ્યાર્થી  રહેવા કૃત નિશ્ચય છે!  ઈ-વિદ્યાલય માટે મિહીર પાઠક નવો જણ નથી. છ એક વર્ષ પહેલાં અમારી સાથે એ હતો. ઘણી મદદ પણ અમને આપેલી. હીરલ અને હું એને મળેલા પણ ખરા.  પણ છેવાડાનાં બાળકોને શિક્ષણ આપવાની ધૂનમાં એ છેક ધરમપુરના આદિવાસી વિસ્તારમાં ધૂણી ધખાવીને બેસી ગયો. કાળનું કરવું કે, ઈ-વિદ્યાલયની જૂની વેબ સાઈટ ક્રેશ થઈ અને આ નવી સાઈટ હમણાં પાંચ મહિનાથી જ શરૂ થઈ છે. ભુજમાં આવ્યા પછી તેને આ નવી સાઈટની જાણ થઈ, અને અમારો સમ્પર્ક આજે ફરીથી સધાયો. અને અહો, આશ્ચર્યમ્ ! એને અહીં જોડાવાના આમંત્રણના કલાકોમાં જ તેણે પહેલી સામગ્રી પીરસી પણ દીધી.  આ રહી.

♥    ♥      ♥    ♥      ♥    ♥      

      બીજી આનંદની વાત એ પણ છે કે, મિહીરે એક સાવ નવા જ વિભાગની શરૂઆત કરીને તેના ઈ-વિદ્યાલય પર પ્રદાનના શ્રીગણેશ માંડ્યા છે !  ઈ-વિદ્યાલયની સ્થાપનાના પહેલા દિવસથી જ એનો ઉદ્દેશ રહ્યો છે- 

બાળકો, વાલીઓ, શિક્ષકો માટે મુક્ત મંચ

    અને માટે જ આ સૌને માટેની નિશાળ છે - શિક્ષકો પણ એમાંથી બાકાત નથી! મિહીરે શિક્ષક સામગ્રી નો નવો વિભાગ શરૂ કર્યો છે, અને ઘણું બધું પ્રદાન કરવાની એને ઉમેદ છે. 

8 thoughts on “મિહીર પાઠક, શિક્ષક સામગ્રી”

 1. પ્રિય ભાઈ મિહિર
  અભિનંદન
  તમારું નામ મે સાંભળેલું આજે તમે આ પવિત્ર કાર્ય મા
  પ્રેમ થી સહ કાર્ય કર તરીકે કામ કરવાનું સ્વીકાર્યું
  તે અમારા જેવાને બહુ જ ગમ્યું છે
  E -વિદ્યાલય હવે ખુબ ઉત્સાહ ભર્યો વેગ પકડશે
  મારા અંતરના આશીર્વાદ સાથે અભિનંદન
  પ્રતાપ પંડયા
  Usa

 2. મિહિર ખૂબ ઉત્સાહી અને ધગશવાળો યુવાન છે. ઇવિદ્યાલયને લાભ જ લાભ. સુ.દાદાની સવારી રંગ લાવે છે.

 3. અરે, મિહિર, આખરે તું “ઈ વિદ્યાલય”માં આવી પહોંચ્યો. તારી ખૂબ રાહ જોઈ હતી. બસ હવે તારી કળાને પાંગરવાનો પૂર્ણ અવકાશ છે.

  તને અંતરથી આવકાર, અભિનંદન અને ખોબા ભરી ભરીને શુભેચ્છાઓ.

 4. ભાઈ શ્રી મિહિરના ઈ-વિદ્યાલયમાં પુનરાગમન ને આવકારું છું.

  એના શૈક્ષણિક લેખોથી એ ઈ-વિદ્યાલયને સમૃદ્ધ બનાવશે એની મને ખાતરી છે.

  મારે એમની સાથે અગાઉ ફોન ઉપર વાત થઇ હતી.એ પરથી મને લાગ્યું હતું કે બહુ જ નાની ઉંમરે આ યુવાન મિહિર બહુ ઉત્સાહી અને શિક્ષણના ક્ષેત્રે ધ્યેયલક્ષી છે.

  મિહિર વિકિપીડિયા પર પણ સેવાઓ આપે છે એ આ લીંક પર જોઈ શકાય છે.

  https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0

  મિહિરના નીચેના બ્લોગની લીંક પરના એના લેખો જોવાથી પણ એના વિચારોનો વિશેષ પરિચય મળશે.

  અધ્યયનનું અથાણું
  અધ્યયન અને અધ્યાપન ને લગતા સાહિત્ય ને માણવા તથા સંઘરવા માટેની બરણી

  https://medium.com/%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AF%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82

  https://medium.com/@LearningWala

  ભાઈ મિહિરને આવકાર, અભિનંદન અને અનેક શુભેચ્છાઓ .

 5. અગ્નિમાં જ્યારે ઘી ભળે ત્યારે જે પાવક જ્વાળા પ્રગટે એ હવન બની જાય છે. ઈ-વિદ્યાલય હવે હવન બનવા જાય છે.

 6. આદરણીયશ્રી મિહિરભાઈ પાઠક સાહેબ, આપનું આપણાં સૌનું ઈ – વિદ્યાલયમાં સ્વાગત છે. આપ જેવા નવયુવાન શિક્ષક જ આજની યુવા પેઢીને રાહ બતાવનાર છે. આપે અગાઉ આપેલ સેવાથી હું થોડો પરિચિત છે જ. આપ ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. ભવિષ્યમાં પણ આપ ઈ – વિદ્યાલયને આવી જ શિક્ષણની સેવા કરતા રહેશોજી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *