ચિત્રકળા પાઠ – ૭

પાણીના રંગ

વોટર કલર

કેટલાક રંગીન તત્વો પાણીમાં ઓગળી જાય એવા હોય છે. એમને પાણીમાં ઓગાળી, જરૂરત પ્રમાણે ઘટ્ટ બનાવી, કાગળ, ઉપર અલગ અલગ જાતની પીંછીની મદદથી ચિત્રકામ કરવામાં વાપરવામા આવે છે.

દરેક ચિત્ર માટે આવા રંગો બનાવવા ન પડે એટલે રંગીન તત્વોને એક ખાસ પ્રકારના મીણ સાથે મેળવી એની પેસ્ટ કે ચોસલા બનાવવામાં આવે છે, જેમાં જરૂર પૂરતું પાણી મેળવી, જોઈએ એટલું ગાઢું કે પાતળું કરી વાપરવામાં આવે છે.

પીંછીઓની સાઈઝ માટે નંબર વાપરવામાં આવે છે. સામાન્ય રીતે ૧ થી ૧૦ નંબરની પીંછીઓ હોય છે.

 

રંગો મેળવવા પોર્સેલીનના કે પ્લાસ્ટીકના પેલેટ રાખવાથી સારી સગવડ થાય છે. પીંછીમાંથી વધારાનું પાણી દૂર કરવા ઝીણું વસ્ત્ર પણ સાથે રાખવામાં આવે છે. એક કપ કે નાના ગ્લાસમાં પીંછી ધોવા અને બીજ ગ્લાસમાં રંગો મેળવવા સ્વચ્છ પાણી રાખવામાં આવે છે.

સૌ પહેલા હલકી પેન્સીલથી કાગળ ઉપર ચિત્રની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવે છે. ત્યાર બાદ ચિત્રકારના મનમાં જે સ્વરૂપ હોય એ પ્રમાણે જાડી ઝીણી રેખાઓ અને રંગોનો ઉપયોગ કરી ચિત્ર તૈયાર કરવામાં આવે છે.

આ ચિત્રો બનાવતી વખતે ભીના રંગો કાગળ ઉપર સંપુર્ણ રીતે સૂકાઈ જાય ત્યાંસુધી એની કાળજી લેવી પડે છે. આવા રંગો સૂકાઈ જાય પછી પણ એની ઉપર સહેલાઈથી બીજા રંગો ચઢી શકતા નથી.

શરૂઆતમાં પ્રેકટીસ કરવા નીચે આપેલા ચિત્ર જેવા સાદા ચિત્રમાં અલગ અલગ રંગ પૂરવાથી, પીંછીના ઉપયોગમાં ફાવટ આવતી જશે.

ત્યાર પછી વળાંકવાળા અને અન્ય બારીકાઈવાળા ચિત્રોમાં રંગ પુરવાનું શરૂ કરી શકાય.

સાતમા પાઠ સાથે, બાળકો માટેના ચિત્રકળના પાઠ પૂરા થાય છે. હવે પછીના થોડા લેખમાં ચિત્રકામનું જેમને થોડું વધારે જ્ઞાન હોય, એવા લોકો માટે થોડી વિગતો આપવાનો પ્રયાસ કરીશ.

--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *