કોયડો – ટાંકીમાં પાણી

      નીચેની ત્રણ ટાંકીઓ એક સરખી સાઈઝની છે. A માં ૧ , Bમાં ૮ અને  C માં ૬૪ દડા છલોછલ ભરેલા છે.  જો એ ત્રણેમાં પાણી ભરવામાં આવે તો કઈ ટાંકીમાં સૌથી વધારે પાણી ભરાય?

  1. A
  2. B
  3. C
  4. D - ત્રણેમાં સરખું

 


D
કારણ...
દરેક દડાની આજુબાજુ આવેલા ઘનને વિચારીએ તો દડા અને એ ઘનના કદનો ગુણોત્તર દડાના વ્યાસ પર આધાર રાખતો નથી.  આથી એક મોટો દડો હોય કે, ૮ હોય કે ૬૪ હોય; ભરેલી અને ખાલી જગ્યાનો ગુણોત્તર સરખો જ રહે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *