નવા વરસે થોડી નવી પધ્ધતિ

    -   હીરલ શાહ

જૂની અને જાણીતી પણ બાળકેળવણી  માટે માનીતી.

 1. બાળકો ખાય ત્યારે ઘણું-ખરું નીચે ઢોળે. ખાસ કરીને ટેબલ-ખુરશી પર વેરાય અને ત્યારે એમને તરત  ઉપાડીને ખાતા રોકવા અઘરાં પડે. ફ્રુટનો ટુકડો હોય તો ધોઇને ખાવાનું સૂચવીએ પરંતુ, દાળ-ભાત નો  કોળિયો કે રોટલીનો ટુકડો કે એમનું માનીતું બિસ્કીટ એ લોકો તરત ઉપાડીને ખાવા લલચાય.
  ત્યારે હંમેશા ટેબલની સફાઇ માટે  વપરાશમાં આવતા ડેટોલ કે કોઇ પણ કેમિકલ માટે સૂગ ચઢે.
 2. બાળકોને એવું કપડું કે સ્પ્રે  સફાઇ માટે આપતાં પણ ખચકાટ થાય. એમને મન તો  મમ્મી જે કરે તે કરવું હોય. બાળકો માટે તો નાની મોટી સફાઇ એ રમત વાત એમને ક્યાં ખબર કે, આ તો  સફાઇનું કામકાજ કે'વાય? અને કેમિકલના કારણે એમને એમ કરતાં રોકવાં? એના કરતાં શરુ થયાં મારાં ખાંખાખોળા. પહેલો પ્રયોગ - વિનેગર અને પાણીથી સફાઇ. ગમે ત્યારે વાત કરતાં કરતાં દિવાલ કે બારણાં પરનાં ડાઘ કે ટેબલ પર સાફ-સફાઇ  બસ હવે રમત વાત.
 3. કપડાંની ચમક માટે પણ ફાયદાકારક એટલે હવે કેમિકલયુક્ત ફેબ્રિક સોફનરને બાય બાય.  એક મોટી વિનેગરની બોટલમાં થોડાં  'એસેન્શિયલ  ઓઇલનાં' ટીપાં એ જ નેચરલ ફેબ્રિક સોફનર અને જોઇએ તે સુગંધ.
 4. ગ્રીઝવાળી જગ્યાએ 'બેકિંગસોડા +  વિનેગર + ગરમ પાણી' અને જે ચમકાવવું હોય તેને થોડીવાર બોળી રાખીએ એટલે  ગમે તેવી ચીકાશ રમતવાતમાં ગાયબ.
 5. પોતું કરવામાં પણ ક્યારેક છેલ્લે બે-ત્રણ ટીપાં એસેન્શિયલ ઓઇલ અને બે ચમચી વિનેગર. ટાઇલ્સ હોય કે લાકડાંની પાટીવાળી  ફર્શ. કોઇ કેમિકલ વગર ચમકે અને મહેકે.  બાળકો પણ રમતાં રમતાં એમનો રુમ ચમકાવે ને મહેકાવે.
 6. મુલતાની માટી અને છાશ, ને ચરલ શેમ્પુ. કોઇ પ્લાસ્ટિક બોટલ નહીં. 
 7. ચામડી અને વાળ માટેઃ  શુધ્ધ કોપરેલ અને વિટામીન ઇ ઓઇલ. બેબી ઓઇલ વગેરે જો બાળક ખાઇ જા ય તો ઝેરી હોય છે. કોઇ પ્લાસ્ટિક  બોટલની ઝંઝટ પણ નહીં.
 8. બાથરુમ વગેરે સાફ કરવામાં 'ડીશ વોશ + હાઇડ્રોજન  પેરોક્સાઇડ (જંતુનાશક જે હોસ્પિટલમાં વપરાય અને નેચરલ બ્લીચ) + વિનેગર + બે-ત્રણ ટીપાં  એસેન્શિયલ  ઓઇલ. બાથરુમ ચમકે ને મહેકે. બાળકો  પણ ટબ કે બેસીન સાફ કરે તો વાંધો નહીં. કોઇ કેમિકલ કે પ્લાસ્ટિક બોટલોની ઝંઝટ નહીં. 
 9. ઘરમાં કચરો નાખવા ત્રણ જુદા  ડબ્બાઃ
  - એકમાં કાગળ, પૂંઠા
  - બીજામાં પ્લાસ્ટિક
  - ત્રીજામાં શાકપાન કે એઠું ભીનો કચરો. 
 10. મારો અઢી વરસનો દીકરો અને છ વરસની દીકરી આ પધ્ધતિએ શું શીખે?
  -  
  મટિરિયલની ઓળખ
  - વર્ગીકરણ
  -  યોગ્ય કચરો તરત યોગ્ય કચરાપેટીમાં
  - રિસાયક્લિંગ વિશે સમજ
 11.  કપડાં પરનાં ડાઘા માટે 'હાઇડ્રોજન પેરોક્સાઇડ + વિનેગર'  કોલર પર એક વાર જરા બ્રશ ફેરવીને વોશીંગ મશીનમાં ધોઇએ ગમે તેવો મેલ ગાયબ. લોહીના ડાઘા પણ ગાયબ.

કોઈ પણ ફોટો મોટો જોવા તેની  પર ક્લિક કરો. મોટા ફોટા પર ક્લિક કરી પાછા વળો !

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *