નવા લેખક – ડો. મૌલિક શાહ

      ડો. મૌલિક શાહ ને નવા લેખક તરીકે ઓળખાવતાં જીવ નથી ચાલતો. એ જણ ડોક્ટર છે એની પહેલાં માણસ કહેવાય એવો માણસ છે. અમારી એમની સાથેની ઓળખની વાત કહેવા  માટે આ જગ્યા  સાંકડી પડે તેમ છે. કંઈક એવા જ ભાવથી એમને જામનગરમાં મળવાનો લ્હાવો પણ મળ્યો હતો. માતાઓની મેડિકલ સારવાર ઉપરાંત માતા બનતાં પહેલાંની અને માતા બન્યા પછીની, જરૂરી સાર સંભાળ માટે શિક્ષણ આપવાનો પણ મૌલિક ભાઈને બહુ ઉમંગ છે.

      માત્ર માતાઓ જ નહીં, નાનાં બાળકો, એમની સંભાળ રાખતી આયાઓ, નર્સો અને છેવાડાની શ્રમજીવી માતાઓના બાળકોને સંભાળતી આંગણવાડીની બહેનો - સૌને માટે એમનો જીવ બળે છે.

     ઈ-વિદ્યાલય સાથે મૌલિક ભાઈ ઘણાં વર્ષોથી સંકળાયેલા  છે; પણ આ નવી વેબ સાઈટ પર આજે તેમનું પદાર્પણ થઈ રહ્યું છે. એમના એક સરસ મજાના અનુભવથી આપણે એમનું સ્વાગત કરીએ...

આંગણવાડીનાં એક કાર્યકર સવિતા બહેનને સલામ સાથે -

' નાનું નામ, મોટાં કામ ' અહીં...

તેમની વેબ સાઈટ ગુજમોમ.કોમ અહીં.....  

તેમનો બ્લોગ ' માતૃત્વની કેડીએ' અહીં......

2 thoughts on “નવા લેખક – ડો. મૌલિક શાહ”

  1. ડો. મૌલિક્ભાઈને આવકાર. તેમના અનુભવો વડે આપણને ઘણું જાણવા મળશે.

  2. મૌલિકભાઇ ઇવિદ્યાલય પર આપનું સ્વાગત છે.

    આપ જેવા માયાળુ, દીર્ઘદ્રષ્ટિ ડૉક્ટર શિક્ષક કે જેઓ સામાજિક આરોગ્યક્ષેત્રે ખૂબ રુચિપૂર્વક જોડાયેલા છે.

    તે ગુજરાતની ધરતીને ધન્ય છે.

    આપને આપના કાર્યો થકી જાણવાથી પણ ઘણો ગર્વ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *