કહેવતકથા – ૧૧

  -   નિરંજન મહેતા

મોરના ઈંડાને ચીતરવા ન પડે

      મોરનું બચ્ચું જ્યારે જન્મ લે છે ત્યારે તે રંગબેરંગી પીછાં સાથે જ જન્મ ધારણ કરે છે. ઈંડાની અંદર જઈ કોઈ તે પીછાંને ચીતરતું નથી.

     તે જ રીતે જ્યારે ગુણવાન માબાપના સંતાન પણ ગુણવાન બને છે ત્યારે આ કહેવત બોલાય છે. કલાકાર કે વિદ્વાન માતાપિતાના સંતાન પણ તેમને અનુસરીને તે જ રીતે તેમની જેમ નામના મેળવે છે ત્યારે જાણકારો કહે છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.