નર્મદા જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.

    નર્મદા જિલ્લો ડેડિયાપાડા, નાંદોદ, સાગબારા અને તિલકવાડા – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 612 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,749 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 5 લાખથી વધુ છે. 72%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.  જિલ્લાની મધ્યમાં વહેતી નર્મદા નદીનું નામ પામેલો આ જિલ્લો નર્મદાતટનાં કેટલાંક તીર્થો પણ ધરાવે છે.

     રાજપીપળા અને ગરુડેશ્વરના પ્રવાસ આ દૃષ્ટિએ રમણીય બની રહે તેવાં છે. રાજપીપળા ઇમારતી લાકડાંના વેપારનું ગુજરાતનું એક મોટું કેન્દ્ર છે. નવાગામ પાસે સરદાર સરોવર યોજના બની છે. તે એક આકર્ષણ કેન્દ્ર છે. આ સ્થળેથી નીકળતી નહેરો ગુજરાતના ઘણા બધા ભાગને પાણી પહોંચાડાય છે. આ સરોવરના નીચાણ વાસમાં  સરદાર પટેલની અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવાઈ છે. એ હવે પ્રવાસનું મોટું આકર્ષણ બની છે,


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- -- -- -- --
નર્મદા જિલ્લો
ઝરવાણી ધોધ
સરદાર સરોવર બંધ
સરદાર સરોવર બંધ
Statue of unity
Valley of flowers
ગરૂડેશ્વર મંદિર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.