‘ઘંટ’ નો રણકાર

     - રમેશ પટેલ( આકાશ દીપ)

મૂળ સ્રોત - ગુજરાત ટાઈમ્સ પર  અહીં

      ઘંટનું કિશોર સ્વરુપ એટલે ટોકરી ને બાળ સ્વરુપ એટલે ઘંટડી. ઘર ઘરમાં આરતીમાં એનો નાદ પાવનતા પ્રગટાવે.,શાળાનો ઘંટ, મંદિરોમાંના ઘંટ, ઈસુના જન્મ વખતે ઘંટનાદ થયેલ, એટલે 'જિંગલ બેલ..જીંગલ બેલ ઓલ ધ વે' ચર્ચની ટોચે ઝૂલતો ઘંટ, ગાય-બળદના કોટે ઘંટડીઓ, દેવ સ્થાનો કે સમય કે જાહેરાત. - ભલા ઘંટારવ વગર કેમ ખબર પડે?

    આવો જાણો - આ ઘંટનું પ્રથમ પ્રાગટ્ય ક્યાં થયું હશે બાળ મિત્રો.

  એશિયા ખંડમાં, ઈ.સ. પૂર્વે ૮૦૦ના સમય ગાળામાં, પુરાતત્ત્વ વિભાગને ઘંટની માહિતી મળી હતી. વિકાસની સાથે રંગ, રુપ ને આકાર ઘડાતા ગયા. ૧૩ મી સદીમાં ઘંટ આંતરવક્ર ડીઝાઈનના બનવા લાગ્યા, તો ૧૪મી સદીમાં ઊંડા વ્યવસ્થિત ઘંટ બનાવવામાં આવ્યા. પછી તો ધીરૅ ધીરે કૌશલ્યથી, ધાતુ મિશ્રણથી, રણકદાર નકશીદાર ઘંટ બનતા ગયા. આ કલાત્મક ઘંટ આપણે ત્યાં..ગરુડ ઘંટ, વજ્ર ઘંટ, ડ્રેગન ઘંટ, નાગ ઘંટ, શંખ ઘંટ, તથા પશુ પક્ષીની ડોકવાળા ઘંટ બન્યા તથા જાહેર સ્થળોએ. આગવા રણકાર સાથે ઝૂલવા લાગ્યા. એટલે કે, ઘંટારાજા સંગીતના સાદથી  જગને સંદેશા દેવા લાગ્યા. 

 

   આવો બાળમિત્રો તમને વિશ્વના નામાંકિત ઘંટની દુનિયામાં વિહાર કરવા લઈ જાઉં...

     વિશ્વનો સૌથી જૂનો ઘંટ આપણને બેબિલોન ક્ષેત્રમાં ૩,૦૦૦ વર્ષ પૂર્વે મળ્યો હતો.

     ચિનમાં ૧૪૨૦ની સાલમાં, પેકીંગ શહેરમાં ૫૪ ટન વજનનો બૌધ્ધ મંત્ર કોતરેલો ઘંટ જોવો એ એક લ્હાવો  છે.

    મલાયેશિયામાં ' ૧૮૪૮ માં બનેલ 'ધમ્માઝેડી' નામનો એક ઘંટ ૩૦૦ ટનનો હતો, પણ પોર્ટુગીઝોએ આક્રમણ વખતે તોડી નાખ્યો. એક વિરાસત રોળાઈ ગઈ.

    આવી જ એક  કરુણ કથા છે -  ઝાર કોલેર્કોલ અટલે ઘંટા-સમ્રાટની. ઘંટા- સમ્રાટ  ક્યાં નિવાસ કરતા હતા? જાણવું છે તો વાંચો મોસ્કોના ઘંટની કહાણી. પણ બીચારા પડ્યા ને તૂટી ગયા. 

      મોસ્કોનો ૧૭૩૩માં બનેલા વિશ્વના સૌથી મોટો ઘંટની ઊંચાઈ ૬ મીટર છે ને પરિઘ ૨૦ મીટર ને વ્યાસ સાત મીટર છે. વજન કેટલું છે? તો કહે ૧૭૪ મેટ્રીક ટન. તે ભાંગી ગયો. પછીથી મોસ્કોમાં 'ત્યારબેલ' નામનો ૧૬૦ મેટ્રીક ટનનો ઘંટ બન્યો પણ એનાય કાળક્રમે રામ રમી ગયા. ઘંટના રામરમી ગયા એ કોને ગમે?

    આપણા પાડોશી મ્યાંમારમાં પણ 'મિગૂલ ઘંટ' છે..જેનું વજન ૯૦ મેટ્રીક ટન છે. 

    જર્મનીનો 'સેંટ પીટર બેલ' મોટા અવાજે રણકે છે ને તે વજન ધરાવે છે - ૨૨ મેટ્રીક ટન.

     અમેરિકામાં  ફિલોડેલ્ફિયાનો ' લિબર્ટી બેલ' ૪ જુલાઈ ૧૭૭૬ના દિને, અમેરિકાની સ્વાતંત્ર્યતાના સંદેશો આપતો ગૂંજ્યો હતો.  કેવો ભાઈ તું યશભાગી?

      જર્મનીનો ' લવલી ઘંટા'  એટલે ' મારીના- ગ્લોરિસા' આખા યુરોપનો લવલી ઘંટા છે.

     ભારતની વાત કરીએ તો...દક્ષિણમાં નંદી મંદિર ને નાસિકનો 'નારો શંકરનો' ઘંટ ખૂબ જ ભવ્ય છે.

  સંગીત ને પાવનતા ને શુભેચ્છા સંદેશા દેતા , વિશ્વ વિખ્યાત ઘંટની આવી રામ કહાણી ગમીને બાલદોસ્તો?


નોંધ -  નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

લવલી બેલ, જર્મની
મ્યાંમારનો ધમ્માઝેડી ઘંટ
રસિયાનો ઝાર બેલ
ઈટાલીના એક ચર્ચનો ઘંટ
મદીનાના એક ચર્ચનો ઘંટ

One thought on “‘ઘંટ’ નો રણકાર”

  1. શ્રી સુરેશભાઈ , કલાત્મક રીતે લેખને , ઘંટનાદને ચિત્રપૂર્તિથી સજાવી દીધો…ખૂબ જ સરસ

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *