નવાં લેખિકા – દેવિકા ધ્રુવ

   ગુજરાતી નેટ જગતમાં દેવિકા બહેન ધ્રુવની ઓળખ આપવાની હોય ખરી? છતાં એમના જ બ્લોગ પરથી એમણે આપેલી પોતાની ઓળખ આ રહી -

      અક્ષરોને ઓળખતી થઈ ત્યારથી લખતી થઈ. શબ્દો સાથે મારી પહેલી પ્રીત. વાંચન સાથે ઊંડો લગાવ. અગિયાર વર્ષની ઉંમરે પહેલી રચના કરી “તમન્ના”… સાચવવાની ત્યારે તો સુઝ નો’તી. માનીતા શિક્ષક્ને આપી ખુશ થઇ. પણ સ્મૃતિના ખાનામાંથી બે લીટીઓ હજી યાદ છે.

 

“લાવુ નંબર એસ.એસ.સી.માં  સેન્ટર અમદાવાદમાં,
કરું પ્યારી શાળાના નામને રોશન અમદાવાદમાં.”

       આ તમન્ના કોલેજની યુનિ.ડીગ્રીમાં સંસ્ક્રુત-ગુજરાતી સાથે સુવર્ણચંદ્રક વિજેતા બની ત્યારે પુર્ણ થઈ. તે પછી તો ઈશ્વર-નિર્મિત વિશ્વના મંચ ઉપર વિવિધ રુપ ધર્યા અને રોલ ભજ્વ્યા. ઘણાં દૄશ્યો ફર્યા, અંકો બદલાયાં. બાળકીમાથી ક્યારે દાદી બની ખબર ન પડી.પણ દરેક રોલમાં સફળતા અને સંતોષની લાગણી અનુભવી.
      સર્જનહારના જગતમાંથી જાણેલી અને માણેલી રચનાઓ રજુ કરવી એ પણ એક નવો જ રોલ છે ને ?

♥  ♥  ♥  ♥ ♥

     આપણને આ વાંચીને આનંદ આનંદ થાય જ કે, આ ઉમરે પણ એમને પોતાનો શાળા કાળ કેટલો પ્રિય છે?

     ઘણા વખતથી ઇચ્છા હતી કે, ગુજરાતી સાહિત્ય જેમના શ્વાસે શ્વાસમાં વર્તાય છે, એવાં દેવિકા બહેન 'શબ્દ' ના અર્થો આપણને સમજાવે - ખાસ કરીને એક એક શબ્દ લઈ, તેની વ્યુત્પત્તિ અને એના ભાવ આપણને સમજાવે. આપણને એ વાતનો આનંદ છે કે, હવેથી અનિયમિત રીતે બહેન આપણને શબ્દ - પરિચય આપશે.

પહેલો શબ્દ આ રહ્યો -

 

તેમના બ્લોગ પર જવા આ ચિત્ર પર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *