કહેવતકથા – ૧૫

  -   નિરંજન મહેતા

આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય

      એક વ્યક્તિ એક સંત પાસે ગઈ અને પૂછ્યું કે, "મને સ્વર્ગ કેવું છે તે જાણવાની ઈચ્છા છે. તમે જ્ઞાની છો તો તે વિષે જણાવશો?"

     સંત કહે, "ભાઈ, મને તેનો કોઈ અનુભવ નથી અને જાણકારી નથી."

     એટલે પેલી વ્યક્તિએ કહ્યું, "તો મને તેની જાણકારી કોની પાસેથી મળશે?"

     સંત કહે, "તે માટે તો તારે જાતે મરવું પડશે અને તો જ તને સ્વર્ગ કેવું છે તેની પૂર્ણ જાણ થશે."

Stairway to heaven!

કહેવાનો ભાવાર્થ એ છે એવા કેટલાક કામ હોય છે જે કામ જો જાતે ન કરીએ અને બીજા પર આધાર રાખીએ, તો તે કામ ધાર્યા મુજબ કે સફળ ન પણ થાય એટલે તેવાં કામ જાતે કરવા જરૂરી હોય છે.

     આના સંદર્ભમાં એક અન્ય કહેવત પણ છે ‘જાત મહેનત ઝિન્દાબાદ’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *