બકો જમાદાર – ૧૧

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,
      આવી ગયો ને મંગળવાર. સવાર પડી ને બારી ખોલતા જ સરસ મજાના વરસાદના ફોરાં જોયાં. કેવા પવનના સૂસવાટા ને રિમઝિમ વરસાદના છાંટા! મજા આવે અને બહુ વરસાદ પડે ત્યારે શાળા માં રજા પડે! 

      એક વાર બકા   જમાદાર પોતાના કામ માટે બહાર ગયા હતા. સુંદર મજાની ઋતુ હતી. કાળા વાદળ છવાયા હતા. ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. તેમની મોટી છત્રી તેમની પાસે હતી. તેથી તેઓ તો બિંદાસ્ત ખોલીને ચાલતા હતા. છત્રી સામાન્ય કરતા ઘણી મોટી હતી.આગળ પાછળ ચાલનાર ને તકલીફ આપતી હતી.

    બધાંની નજર એમની તરફ કરડાકી થી મંડાતી. વરસાદ ઘીરે ઘીરે વધતો હતો. બકા જમાદાર  મજેથી ચાલતા હતા. હવે તેમને વિચાર આવ્યો છત્રી વિશે કેટકેટલું લખી શકાય? અને તેઓ તો ઉપડ્યા ને રસ્તાની એક બાજુ પર ઊભા રહી ગયા. કરવા માંડ્યા અવલોકન.

    અવલોકન એક કળા છે. એ કર્યા પછી ઘણું જાણવા અને શીખવા મળે.

  એક જણ પાસે એમના જેવી દાદાના ડંગોરાના હાથા જેવી છત્રી હતી, તો બીજા પાસે એવી પણ નીચે ધારદાર છત્રી હતી. અરે! આને બગલમાં લઈએ તો પાછળ ચાલનાર ને વાગે. ખભે લટકાવે તો એમના પગને વાગે, અને ખૂલ્લી કરી ચાલે તો આજુબાજુ
વાળા પર અસર થાય તો એને કરવું શું?

     ઘીરે રહીને એમની નજર પોતાની છત્રી પર ગઈ. અરેરે! તેમની પણ એવી છે. તેઓ હવે શરમાયા. એટલી વાર માં નાની પણ પુરુષોની છત્રી જોઈ. અરે! આ સારી પણ ભીના જરૂર થવાય. લેડીઝ છત્રી જોઈ તેઓ મરક્યા માથું જ ઢંકાય પણ આખા જ ભીંજાઈ જવાય.

     છત્રી છત્રી...મહારાજાના માથા પર રાખી છત્રી ઊંચકી ચાલતા ચિત્રો જોયા છે? એ કેવા ચાકરો છત્રી લઈ રાજાની સેવા કરતા? એને ચમ્મર કહેતા.

     આમ છત્રીના અવલોકનમાં એમની નજર ફૂટપાથ પર ગઈ. એક ગરીબ કુટુંબ બેઠું હતું. એમની પાસે અંગ ઢાંકવા પૂરતા કપડાં નહોતા, ત્યાં છત્રી ક્યાંથી હોય? તેમને દુઃખ થયું. બકા જોરદાર થોડા ધણા વિચારશીલ વ્યક્તિ. તેઓ ઘરે પહોંચ્યા પણ મનમાંથી પેલું કુટુંબ ખસે નહિ.  બકરીબેનને વાત કરી તેમણે ઉપાય કાઢ્યો કે, ઘરમાં જૂના કપડાં ને છત્રીઓ વધારાની હોય તે ભેગી કરી આવા નિરાધાર લોકોને આપી આવો.

    બાળકો તમે જાણો છો? આપણે ત્યાં આ કામ લાગશે, પેલું કામ લાગશે એ લ્હાયમાં એટલુ બધુ આપણે સંગ્રહી રાખીએ છીએ કે, બીજા અનેકને કામ લાગી શકે. બકા જમાદારને ઘેરથી ણ આવું ઘણું નિકળ્યું. એમને જોઈ એમની શેરીમાંથી પણ અનેક લોકોએ પણ આ કાર્યને અપનાવ્યું . બીજા દિવસે ફૂટપાથ પરના બાળકોના અંગ પર કપડાં હતા. મોટી છત્રીથી એમણે સરસ છત્ર બનાવ્યું હતું .

    ખરેખર બકા જમાદારને આ કાર્ય થી ખૂબ સંતોષ થયો.

     બોલો બાળકો છત્રી ઉપયોગી થાય તેવી વાપરશો ને? જેથી બીજાને નડે નહિ અને બધા ચાલી શકે - ફેશનની નહિ. વધારાની ચીજો સંગ્રહ કરવો એના કરતા જરૂરિયાતમંદ ને પહોંચાડશો તો બીજાની જરૂરત પૂરી થશે અને કંઈક સારૂ કામ કર્યાનો આત્મસંતોષ મળશે. કરશો ને? હુ તમારી મિત્ર આશા રાખું છુ જરૂર મદદરૂપ થશો જ ને કંઈક આવું અવલોકન કરતા રહેશો તો નવું નવું કરવાની ઈચ્છા વધશે.

    ચાલો ફરી આવતા મંગળવારે મળીશું પાછા.

પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...


નોંધ -  ડાબી બાજુના કોઈ પણ ફોટા પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટો જુઓ. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

રાજાની સવારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *