માતૃભાષા

- હર્ષિદા ત્રિવેદી

A B C D  છોડ ને ભઈલા ક  ખ  ગ  ઘ , બોલ
અંગ્રેજીમાં થાશે ગોટા, ગુજરાતી અણમોલ
કે -- ભઈલા ગુજરાતી અણમોલ

સ્પેરો કહીને સ્માર્ટ બનતો,
ચકલી તું ન બોલે
કબૂતરોની બોલી તારી
સ્વર પેટી ન ખોલે
અંગ્રેજીમાં અક્ષર ખોટા, ગુજરાતી અણમોલ
કે -- ભઈલા ગુજરાતી અણમોલ

કાકી - મામી - માસી માટે
એક શબ્દ છે આંટી
ગુજરાતી મા એ શબ્દોની
બનતી દીવાદાંડી
મળે નહી કઇં આના જોટા, ગુજરાતી અણમોલ
કે -- ભઈલા ગુજરાતી અણમોલ

ભણવા ઇંગ્લીશ શીખી લેવું 
ગુજરાતી માં જીવો 
ગુજરાતી અક્ષરની પ્યાલી 
ઘુંટ ઘુંટ માં પીવો
વેદવ્યાસ ની વાણી મોટા ગુજરાતી અણમોલ
કે -- ભઈલા ગુજરાતી અણમોલ
કે -- ભઈલા ગુજરાતી અણમોલ

9 thoughts on “માતૃભાષા”

  1. ભણવા ઇંગ્લીશ શીખી લેવું
    ગુજરાતી માં જીવો
    ગુજરાતી અક્ષરની પ્યાલી
    ઘુંટ ઘુંટ માં પીવો
    વેદવ્યાસ ની વાણી મોટા ગુજરાતી અણમોલ
    બહુ સરસ

  2. વાહ! સોંસરવું અણમોલું મજેદાર ગુર્જર આખ્યાન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. ઘરની જનેતા છોડી
    માસીને કેમ વળગે
    મા તો મા જ હોય છે
    માસી ના આવે તોલ
    ભૈલા અંગ્રેજીની લપ છોડ
    મીઠડી માતૃભાષામાં બોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *