બકો જમાદાર – ૨૨

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,
મંગળવાર કેવો અચાનક જ આવી જાય છે?સમય તો વહે જ જાય છે,સમય ને કોણ રોકી શક્યું છે? વહેતા સમયને ચાલો વાર્તા માટે થોભાવીએ ને કંઈક સારું વિચારતા બકાજમાદાર ને તેના કુટુંબ ને યાદ કરીએ કે તેઓ ને “ત્રણ સત્ય” કેવી રીતે લાધ્યા ને એમણે એ બરકેશને કેવી રીતે શીખવ્યા.

 

વાર્તા ન.:૨૨

એકવાર બકાજમાદાર રોજની જેમ જ આંટો મારવા નિકળ્યા હતા. તેઓએ જોયું કે એક ગરીબ માનવી જેના અંગ પર ફાટલા કપડાં હતા , આંખો માં દુખની છાયા અને કમરસાથે ચીટકેલું પેટ .ભૂખ્યા ડાંસ ને શરીરે નબળા આ માણસ ને મદદની બહુ જરૂર હતી.ભૂખ તરસને એ ઓળખી ગયો હતો.ત્યાં અચાનક તેને ગામના એક મજૂરે જોયો. તેને દયા આવી ને તેણે પોતાના શરીરપર નું અંગરખું કાઢી એને પહેરાવી દીધું , પછી પોતાને ઘરે લઈ ગયો.ત્યા તેની પત્ની રાહ જોઈ બેઠી હતી ,બકાજમાદાર  તો છાનામાના એની પાછળ ગયા અને ઉભા રહ્યા.જુએ છે તો પેલી સ્ત્રી પતિ પર ગુસ્સે થઈ ગઈ ને ગમેતેમ
બોલવા લાગી ,બાળકો હમેશાં ઘરે આવેલાને મીઠો આવકાર આપીએ,જેથી એને શાતા વળે
અને મન ખુશ થાય.પોતાની સ્ત્રીને આમ ગુસ્સે
થતી જોય પેલા માણસે તેને કહ્યુ,”ભાગ્યવાન
એને હુ લાવ્યો છુ,ભૂખો છે ભગવાનને ખાતર તું તારી જીવ્હા કડવી ન કર.”ભગવાનનું નામ સાંભળી પેલી સ્ત્રીને પેલા ગરીબ પર દયા આવી , તેણીએ પેલા માણસને જમાડ્યો કપડાં આપ્યા ને સૂવા જગ્યા કરી આપી . બકાજમાદારને સમજાયું નહિ ઘડી પહેલા ગુસ્સો કરનારી સ્ત્રી નું વર્તન કેવી રીતે બદલાય ગયું?તે તો ઘર તરફ વળ્યા ને ઘરે આવી ને લાંબા થઈ વિચારે ચઢ્યા .બકરીબેને પૂછ્યું ,તો તેમણે અત થી ઈતિ વાત કહી.તો બકરીબેન હસ્યા. તેમનું હાસ્ય જોઈ ને બકાજમાદારને લાગી આવ્યું.તમના પત્નીએ
તેમને સરળતાથી સમજાવ્યું .
“જુઓ પહેલું સત્ય એ છે કે પેલા માણસને
મજૂરીમાંથી કંઈ બહુ મળે નહિ પણ તેણે મળ્યું એટલું બાટ્યું એની ભલમનસાઈ એ પહેલું સત્ય કે માનવ માં ભલાઈ ના ગુણ હોય છે , હવે તે એને ઘરે લઈ આવ્યો ને તેને જોઈ પત્ની ગુસ્સે થઈ એ માનવી નો તમો ગુણ .થોડા માંથી ભાગ કરી આપવો પડે ને તે પણ
રોજની રોજ કમાણી માંથી આપી દેવું પડે તે કેમ પોસાય? તેથી તે ગુસ્સે થઈ.ત્રીજી વાત કે અચાનક તેનામાં બદલાવ આવ્યો કારણકે તેના ભલા પતિનું સાફ દિલ જોયું,ભગવાનની દુવાઈ દીધી ,પેલાએ તેથી તેનામાં રામ વસ્યા ને અતિથિની હાલત જોઈ તે સમજી કે તેને ખૂબ જરૂર હતી.આમ દયા એ ત્રીજો ગુણ માનવીમાં રહેલો હોય છે.જેથી તે બદલાય ગઈ.
આમ માનવના આ સ્વભાવના ત્રણ સત્ય બકાજમાદારને લાધ્યા,તેમને પણ બકરીબેન પર ખૂબ માન થયું .એક સત્ય તો એમને પણ સમજાયું કે થોડું હોય તો પણ તેમાં ભાગ વહેંચી જીવવુ જોઈએ.મીઠી વાણી ભલભલાના ક્રોધને શાંત કરી દે,ત્રીજુ સત્ય તમો ગુણ કરતા વિનમ્રતા ને જરૂર અપનાવવી
જોઈએ. બકરીબેન વારંવાર બરકેશને કહે છે,
“મોટે અવાજે ન બોલવું જોઈએ, કારણ વગરનો ગુસ્સો સારો નહિ,એકબીજા ને મળીસંપીને રહેવું ખાવું જોઈએ. જો આ “ત્રણ સત્ય”અપનાવી લો તો જરૂર તમારું જીવન સદાય શાંતિમય ને માન સન્માન પૂર્વક વિતે ,એ ખરેખર તો જીવનનો સૌથી ઉત્તમ
ભાવોપદેશ છે.
બોલો બાળકો બકરીબેનની વાત ખરેખર સત્ય છેને.? હવે તમે અપનાવશોને જીવન ના સત્ય ને??ગમશેને પારકા ને પોતાના કરવાની આ કળા? ખાવાનું વેડફવું ફેંકવું એના કરતા તે ભેગું કરી ભૂખ્યાને આપવું ને કારણ વગર વસ્ત્રો થી કબાટ ભરવા એના કરતા જરૂરત મંદને આપવા એ ઉત્તમ ધર્મ છે.ઉપવાસો કરી ભગવાનને રીઝવવા એના કરતા આ રીતે મદદ રૂપ થઈ ભગવાન મેળવવા અતિ ઉત્તમ છે. ચાલો બાળકો તમે પણ આમ કોઈને મદદ કરી મનના ઉજાસને આવકારજો.


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.