બકો જમાદાર – ૨૩

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,
મંગળવારની સવાર પડી.લોકો મંગળ ગ્રહ પર ને ચાંદ પર જવાની ને રહેવા જવા માટે ના સ્વપ્ના જોઈ રહ્યા છે,ત્યારે હજુ આપણે પૃથ્વી પરના માનવીઓ તો જુઓ આજથી શ્રાધ ની શરૂઆત કરી રહ્યા છીએ...બકેશરને જાણવું હતું આ શ્રાધ વિષે,માતા કહેતી હતી કે “શ્રાધ કંઈ ખરીદવું નહિ,સારા કાર્ય કરવા નહિ...તો કેમ..?”

 

વાર્તા નં: ૨૩

બકાજમાદારની આજે બકરીબેનના કહેવાથી શ્રાદ્ધ ની સામગ્રી લઈ આવ્યા .બરકેશને જાણવું હતું કે આ શા માટે? બકાજમાદારે સમજાવ્યું કે ,”પિતૃઓને આ એક જાતનું તર્પણ છે.તેઓને ભાદરવા વદની એકમથી ગણો કે પૂનમથી ગણો શરૂઆત થાય.મૃત્યુ પામેલા પૂર્વજોના આત્માની શાંતિ અર્થે આ તર્પણ કરવામાં આવે,મન ગમતું તેઓ નું ભોજન બને ને કાગવાસ નંખાય.તિથિ પ્રમાણે તેમને તર્પણ કરાય.પણ હવે લોકો સમજી ગયા છે તેથી વધુ ખરચા નથી કરતા.”
બરકેશનો પ્રશ્ન હતો ,”શું પિતૃ તો આપણા જ હોયને ?શામાટે આપણને નડે?તેઓ તો આપણું ભલું જ ઈચ્છેને ? તર્પણ કેમ?”બકરીબેને એને સમજાવ્યો ,”પિતૃઓ ક્યારેય નડતા નથી પણ જો આ બહાને એમને યાદ ન કરીએ તો આપણે એમને હંમેશ માટે જ વિસરી જઈએ. તેથી તેમને યાદ કરી આપણે સારૂ સારૂ જમીએ છીએ,પશુ પક્ષીને જમાડીએ છીએ.શ્રધ્ધા થી એમના આત્માની શાંતિ માટે તર્પણ કરીએ છીએ.”
બરકેશે કહ્યુ ,”હુ તો તમારા પછી એ દિવસે
અનાથને મદદ કરીશ,ભૂખ્યાને જમાડીશ ને ગરીબને તેની જરૂરીયાત પૂર્ણકરીશ.તમનેચાલશેને?”બરકેશના વિચારો જાણી બકાજમાદાર ને બકરીબેન અને દૂર બેઠેલા બકોરદાદા ની આંખમાં તો હર્ષના આંસુ જ આવી ગયા .ખરેખર બરકેશ શ્રાધ નું તર્પણ
નાના મોઢે મોટી વાત કરી સમજાવી ગયો.
બાળકો એક વાત જરૂર સમજજો લોકોની
માન્યતા છે કે શ્રાધના દિવસો અપસુકનિયાળ
છે તો ના એ તો પિતૃઓની તિથિ છે,તે તો આપણા મનની શ્રધ્ધાનું પ્રતિક છે.માટે એવી માન્યતા ને કદી ન પાળશો.જ્યારે વાત શ્રદ્ધા અને સાબિતીની આવી પડે ત્યારે તેઓ ઉદાહરણ આપતા કહે છે કે, “જેમ વિદ્યુતપ્રવાહ દેખાતો નથી છતાં આપણને પ્રકાશ તો મળે જ છે તેમ પિતૃ અને ઈશ્ર્વરમાં શ્રદ્ધા રાખીને આવાં કાર્યો યોગ્ય વિધિથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શ્રાદ્ધ દરમિયાન દીન-દુ:ખિયાઓને અન્ન-વસ્ત્ર અને દક્ષિણા આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. અને પિતૃગણ સંતુષ્ટ થાય તો અવશ્ય તેનો લાભ આપણને મળે જ કેમ કે પિતા અને માતા દેવતુલ્ય છે”.
આવા દેવતુલ્ય માતા પિતા માટે કાર્ય કરવું
તો શ્રધ્ધા થી તો શ્રાધ પૂર્ણ થાય.માટે બાળકો જે કાર્ય કરો તે હૃદય ને આત્મા ની અનુમતિ થી કરજો ક્યારેય રીતિ ચાલી આવી છે માટે કરૂ છુ કે કરવુ પડે છે તો નહિ.
માનશોને તમારી મિત્ર ની વાત.
ચાલો ફરી આવતા મંગળવારે ફરી બકાજમાદારની સંગતે કંઈક નવું જાણશું ને તમારા મિત્ર બરકેશની વાત ધ્યાનમાં રાખજો.


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.