બકો જમાદાર – ૨૪

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,
મંગળવાર આવ્યો ને નવા વિચારના પગથિયા
ચડવાની પ્રેરણા લઈ આવ્યો. આજે પૂ. બાપૂ નો જન્મ દિવસ .૨જી ઓકટોબર🙏અને આપણા મૂઠી ઊંચેરા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ🙏બાપૂ વિષે ઘણું જાણતા હશો.એમના બાળપણનો એક એવો ચર્ચિત પ્રસંગ આજે બકાજમાદારે બરકેશ ને એના મિત્રો ને કહ્યો , ચાલો સાંભળીએ...ને જાણીએ.

વાર્તા નં ૨૪

બરકેશ આખા ઘરમાં ફરી વળ્યોએની પાસે એક ગાંધીજીનું પુસ્તક હતું .જુદા જુદા પ્રસંગો હતા એમાં પણ મળતું નહોતુ .મીતા- બેન જે રેડિયો પર કાર્યક્રમ આપે છે તેમણે બધા બાળકોને ગાંધીબાપૂ વિષે બોલવાનું ને એક એક પ્રસંગ કહેવાનું કહ્યુ હતું ને આજે
બરકેશનો વારો હતો ને એણે બાપૂનો એક અનોખોજ પ્રસંગ કહેવો હતો.બકાજમાદારે તેને શાંત પાડ્યો ને બાપૂની“સત્યનાપ્રયોગો”નામની આત્મકથા માથી એક સરસ પ્રસંગ કહ્યો.
બાપૂને ત્રણ ભાઈઓ હતા.ત્રણે ભાઈઓ મા વચેટ ભાઈને બીડીને માંસાહારની લત લાગેલી , ગાંધીજી પણ બાર વર્ષ ની ઉંમરે એ લતમાં પડ્યા પણ પછી થોડા દિવસમાં ભાન થતા લત છોડવા આપઘાત કરવાનું મન થઈ આવ્યું તેથી હિમ્મત ન થતા છોડી દીધી.ભાઈને તે સમયે રૂપિયા પચીસેકનું દેવું થયું હતું . તે ચૂકવવા તેઓએ નક્કી કર્યુ કે હાથ માંના સોનાના કડામાંથી તોલો સોનું કાપવું
ને તે વેંચી પૈસા ઉભા કરવા. તે જમાના પિતાજી રાજ્યના કારભારી તેથી કલ્લા પહેરતા. રતી સોનું વેંચે તો કલ્લામાંથી કોઈનેજાણ થાય તેમ નહોતી. વિચારને અમલ મા મૂકી દેવું ચૂકતે કર્યુ.ભાઈ તો એ વાત પચાવી ગયા. પણ મોહનને એ ન પચી.
રોજ રાત્રે પિતાજીના પગ દાબવા જનાર
મોહન તે દિવસે પિતાની સામે ન જઈ શક્યો. ખૂબ મનોમંથન બાદ તેણે નક્કી કર્યુ કે આ ચોરી ની વાત પિતાને ચિઠ્ઠી દ્વારા કરી દેવી.
જુઓ બાળકો !જેનું મન પ્રાયશ્ચિત કરવા માંગતું
હતું તેને કોઈ ડર ન રહ્યો.ક્યારેય સાચા મને કરેલુ પ્રાયશ્ચિત વ્યર્થ નથી જતું.મોહને ચિઠ્ઠી માં ચોરી ની કબૂલાત કરી દીધી.હાથોહાથ પિતાને આપી દીધી, તેમાં દોષ કબૂલ્યા ને સજા માંગી. પિતા પોતાની પર દોષ ન વહોરી લે એવી વિનંતી કરી.ભવિષ્યમાં આવો ગૂનો ન કરવાની પણ કબૂલાત કરી. પિતાજીને તે વખતે ભગંદરનુ દરદ હતું તેથી ખાટલા પર સૂતા હતા.લાકડાની પાટ પર બેસી ચિઠ્ઠી વાંચી,ન તેમણે રાડારાડ કરી,ન હાથ ઉપાડ્યો,
ચિઠ્ઠી વાંચતા એમની આંખમાં બે આંસુના બૂંદ
ચિઠ્ઠી પર પડ્યા મોહનની આંખમાંથી પણ આંસુ નિકળ્યા ને આજુબાજુ ઉભેલા લોકો ની આંખમાંથી આંસુ નિકળ્યાને અહિ પ્રાયશ્ચિતની ત્રિવેણી વહી નિકળી.પિતાએ ચિઠ્ઠી ફાડી નાંખીને પાછા સૂઈ ગયા.મોહને તે દિવસે મોટો અહિંસાનો પાઠ ગ્રહણ કર્યો.
બરકેશ અહિ મોહન એટલે જ મોહનદાસ
કરમચંદ ગાંધી,બાપૂ ,ગાંધીજી...સત્યના પૂજારી. આ સમયે તેઓ હતા તો બાર પંદર વર્ષના પણ અહિંસા પરમોધર્મ ના સુત્રે - એ જીવનમાં દ્રઢ રૂપ ધારણ કર્યુ.તેઓ માનતા થયા કે કોઈ પણ કાર્ય દુરાગ્રહ થી નહિ સત્યાગ્રહ થી જીતી શકાય ને એમણે આ નિર્ણયથી સોવર્ષના ગુલામ ભારત ને આઝાદી અપાવી.
બરકેશ તો આ વાર્તા સાંભળી પ્રભાવીત જ થઈ ગયો.તેણે નક્કી કર્યુ કે બાળકોને આ “ચોરી અને પ્રાયશ્ચિત “ ની વાત કે સત્ય પ્રસંગ જરૂર રેડિયો પર સંભળાવશે ને ભારતના ને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડશે. નવી ટેકનોલોજી ના ઉપકરણો થી.પોતે કદીયખોટુ કાર્ય કરશે તો જરૂર પ્રાયશ્ચિત કરીને પશ્ચાતાપ કરશે, ખોટું કામ કરતા સો વાર વિચાર કરશે ને વ્યસન તો કરશે જ નહિ.
બોલો બાળકો બકાજમાદારના આ સત્ય પ્રસંગ થી જરૂર શીખ્યાને સત્ય ને અહિંસા કેટલા પ્રસંગ કાર્યો સફળ કરાવી જાય.તો ચાલો ફરી આવતા મંગળવારે તમારી મિત્ર કંઇક નવું લઈને આવશેને બકાજમાદાર ની સાથે.


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.