બકો જમાદાર – ૨૫

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,
સાતવાર ને તેમા મંગળવાર, તમારા માટે ને મારા માટે બકાજમાદાર ને યાદ કરવા માટે,
ચાલો આજે જાણીએ બકાજમાદાર નું નવું જ
સાહસ. બાળકો તમારો આભાર આજે આપણે
પચ્ચીસમી વાર્તા પર પહોંચ્યા.
વાર્તા નં :૨૫
એકવાર ખૂબ કડકડતી ઠંડી પડતી હતી. રાત્રીના બધા જ આઠ-નવ વાગ્યામાં દરવાજા
બંધ કરી સૂઈ જતાં.ઘરમાં બહાર બધે તાપણાં કરતા ને તાપ લેતા. ગામમાં ઘણાં ઘર એવા હતા કે પૂરા ઓઢવાના ન હોય ત્યા ગરમ કપડાં કે ધાબળા તો ક્યાંથી હોય.ઘણીવાર આવા વિચારથી પણ બકાજમાદાર ને બકરીબેનને ખૂબ દુખ થતું. બહુ વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યુ કે ,લોકોના ઘરમાં તો કેટલાય ચાદરના ટૂકડાં, જૂના કપડાં ના ઢગલા હોય છે ઘરો માં ,તો એમાંથી નાની સરસ ગોદડીઓ બનાવી ગરીબો મા વહેંચણી કરીએ તો મદદની મદદને જૂનાનું નવું !
બસ શુભ્રસ્યશીઘ્રમ ને પહેલા તો એમણે
  • એમના ઘરમાં જ શરૂઆત કરી.નાના મોટા ટુકડા શોધ્યા તો એક નહિ ત્રણ ગોદડી બની જાય એટલા ચીંથરાં નીકળ્યા.બકરીબેન તો નાના હતા ત્યારે દાદી ને ફઈબા પાસે શીખ્યા હતા,ગોદડી બનાવાનું , તેમાં જોઈએ શું? જાડો મજબૂત દોરો તે પણ રંગ બે રંગી ને સફેદ,મોટી સોઈ ને કાતર. બસ એતો બેઠા ને પહેલા તો કપડાં ને સીધા કાપ્યા,સરખા ટુકડા કર્યા ને પછી ગોઠવ્યા ને બે થર કર્યા.ધીરે ધીરે સામસામે બેસી બકરીબેન અને બકાજમાદારે ટાંકા મારવા શરૂ કર્યા . બકરીબેન સફાયથી ટાંકા મારે તે જોઈ બકાજમાદાર તો ખૂબ પ્રભાવિત થઈ ગયા.સક્કરપારા ની ડીઝાઈન,એટલે તમારો ડાયમન્ડ સેપ,લંબચોરસ એટલે રેક્ટેન્ગલ, પછી ચોરસ ટાંકા એટલે સ્કે્વેર મારી સુંદર ગોદડી બનાવી.બકાજમાદાર તો ખુશ ખુશ.બે ત્રણ દિવસ માં એક સુંદર ગોદડી તૈયાર કરી.આમને આમ બે ત્રણ અઠવાડિયા માં ત્રણેક ગોદડી તૈયાર થઈ. બકાજમાદાર આ વાત પોતાના પરિસર માં કરી તો બધા તો બકાજમાદારે ત્યાં ચીંથરા,જૂના કપડાંને ચાદરના ટુકડા આપી ગયા, બસ હવે તો બકરીબહેન ને આડોશપાડોશ ની બધી જ બહેનપણીઓ જેમકે બિલાડીબેન, ઘોડીબેન, ગધેડીબેન અને કૂતરીબેન રહી ગયા હતા તો હાથણ ને ઊંટડીબેન પણ જોડાયા.(પશુઓના નારીજાતિ શબ્દો છે બાળકો)
શિયાળવી ને સસલી ક્યાંક બહાર ગયા હતા,હવે તો ઝાઝા હાથ રળિયામણાં તે કામતો સડસડાટ ઉપડ્યું. બકાજમાદારે તો હવે નક્કી કર્યુ કે બધી ગોદડી ધોડાભાઈ ની ગાડીમાં નાંખી રાતે નીકળી ટાઢે થરથરતા લોકોને આપી આવશું.એક રાતે એ ને બધા નિકળી પડ્યા.પચાસ-પંચોતેર ગોદડી બધાને આપી .બધા તો ખુશ ખુશ.હવે તો ઠેર ઠેર આ વાત વખાણાય.બાળકો હવે નાના મોટા, શ્રીમંત ગરીબ દરેકને બકરીબેન ગોદડી શિખવાડવા માંડ્યા,તેમણે આ હુન્નર ગૃહઉદ્યોગ માં ગણાયો. હવે તો જેને ગોદડીઓ આપી હતી તે ગરીબ લોકો પણ રખડી ભીખ ન માંગતા આ ગોદડી ગૃહઉદ્યોગમાં જોડાયા.
આમ નાના વિચારે મોટું સ્વરૂપ લીધું ને
બકાજમાદારને બકરીબેનના આ સાહસ કરી ને
કચરા જેવા ચીંથરામાંથી આધુનિક ગોદડી,બેઠક ના આસનિયા ને,નાના બાળકો માટે ગોદડીઓ બનવા લાગી.કામ મળતા બધા ઉદ્યોગી બની ગયા.બોલો બાળકો ઘણીવાર નાનો સાથ સહકાર બની જાય ને નાનો વિચાર ઉદ્યોગ બની જાય.તમે પણ કોઈના મદદગાર બની સકો.તો બોલો શુ શીખ્યા? કરશોને નવું કંઇક એવું કે મદદરૂપ બનાય.મિત્ર ની વાત
ગળે ઉતરશેને આ વાત.ચાલો આવતા મંગળવારે બકાજમાદાર નવી વાત લઈને..!

પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *