ઓરીગામી

        કયો એવો વિદ્યાર્થી કે વિદ્યાર્થિની હશે, જેણે નિશાળમાં ભણવાની સાથે કાગળની હોડી નહીં બનાવી હોય? એ કાગળની હોડીને તો ભારતભરમાં સ્વ.જગજિતસિંઘે અમર કરી દીધી છે.

वो कागज़की कश्ती वो बारिशका पानी ।

        પણ આપણને એ વખતે ખબર ન હતી કે, એ કળાનું તો આખે આખું શાસ્ત્ર છે - જાપાનીઝ મૂળનું શાસ્ત્ર! હજુ પણ ઘણા એવા હશે કે, જેમને આની ખબર નહીં હોય અને હશે તો પણ કિશોર અવસ્થાની એ બધી અલ્લડ મજાઓ વિસરાઈ ગઈ હશે. પણ કોઈ પણ ઉમરે એ મજા ફરીથી માણી જ શકાય. કદાચ નવરાશના સમયમાં એનો મહાવરો ચાલુ રાખીએ તો ચાની ચુસ્કી જેવી મજા પડી જાય! અને વધારે ઊંડા ઊતરીએ તો જાત જાતનાં હજારો મોડલો આપણને બનાવતાં આવડી જાય.  એ શાસ્ત્રનું નામ છે  -

ઓરીગામી એ જાપાનમાં વિકસેલી, ચોરસ કાગળને જુદી જુદી રીતે વાળીને ( Fold ) અવનવા આકાર બનાવવાની કળા છે.  જો કે, હવે તો બીજા આકારના કાગળ વાળીને અને થોડીક કાપાકૂપ કરીને પણ મોડલો બનાવવામાં આવે છે. સદભાગ્યે હવે તો એ  જાતે જ શીખી શકાય છે. એ માટે ઢગલાબંધ વિડિયો યુ-ટ્યુબ પર મળી શકે છે.

નીચે બતાવેલા બે વિડિયોમાં કાગળ વાળવાની પાયાની જુદી જુદી રીતો બતાવી છે -

-----------------

આવા ઘણા બધા  વિડિયો અહીં જોઈ શકાશે ....

આ લખનારે બનાવેલાં થોડાંક મોડલો પણ જોઈ લો....

આ વાઇકિંગ હોડી આ લખનારે બનાવી છે -

       આ વેબ સાઈટો  પર વિગતવાર સૂચનાઓ પણ આપેલી છે -    -     ૧    -   ;   -   ૨   -

      કોઈને પણ આ લેખ વાંચી, આ શોખ વિકસાવવા મન થાય તો અમારો સમ્પર્ક સાધી શકે છે. અમને એ રસ પોષવાનું ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *