કેરીબેને પાડી સેલ્ફી

  • કનકસિંહ ઠાકોર

કેરીબેને મોબાઈલમાં પાડી રે સેલ્ફી
હાથમાં લીધી છે વાડીલાલની કૂલ્ફી
-
ફેશબૂકમાં સ્ટેટસ લખી કરી અપલોડ
કેરીબેને ફોટા સાથે લીધો સી.જી.રોડ
વોટ્સઅપમાં કેરીબેને કર્યા ફોટા સેન્ડ
કેરીબેને મહેંદી મૂકી હતી પોતાના હેન્ડ
-
ઈન્સ્ટાગ્રામમાં કેરીને મળી ઘણી લાઈક
કેરીબેન તો ફરવા લાગ્યાં લઈને બાઈક
-
ટવીટરમાં તો કેરીને મળી ઘણી કોમેન્ટ
કેરીબેનની આંબા પર વધી ગઈ મુવમેન્ટ
-
ટેલીગ્રામમાં કેરીનાં સેલ્ફીને સૌએ વખાણી
એટલે જ તો કેરી છે ફળોમાં સાચી રાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *