ટપાલી મામા

  • ડો. વીરેન્દ્ર ડોલાસિયા - 'નિજ'

 

ટપાલી મામા આવ્યા..
ટપાલી મામા..
ટપાલી મામા આવ્યા.. 
ટપાલી મામા..
-
તરરમ તરરમ..
ભૂલી જાઓ સૌ ગમ..
દિવાળી કાર્ડ લઈને..
ટપાલી મામા આવ્યા..
ટપાલી મામા..
-
તરરમ તરરમ..
નાચો ગાઓ સૌ છમ..
ખુશખબરી પત્ર લઈને..
ટપાલી મામા આવ્યા..
ટપાલી મામા..
-
તરરમ તરરમ..
વગડાવો ઢોલ ઢમ..
લગ્ન કંકોત્રી લઈને.. 
ટપાલી મામા આવ્યા..
ટપાલી મામા..
-
તરરમ તરરમ..
ખવડાવો મીઠું મમ..
જોબ લેટર લઈને..
ટપાલી મામા આવ્યા..
ટપાલી મામા.. 
-
તરરમ તરરમ..
થાઓ સૌ ખાલીખમ..
સાંભળવા હૈયાની વાત..
ટપાલી મામા આવ્યા..
ટપાલી મામા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *