૧૦ – ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને પત્ર

    - મૌસમી શુકલ 

પ્રિય બાળકો,

       આ પત્ર મળશે ત્યારે આપ સૌ પરીક્ષાની તૈયારી કરવામાં વ્યસ્ત હશો. મને સંપૂર્ણ વિશ્વાસ છે-તમારી મહેનતમાં અને શ્રદ્ધા છે ઈશ્વરની કૃપા માં. તમે ચોક્કસપણે તમારું ધારેલું પરિણામ મેળવશોજ.

        તેમ છતાંયે , એક વાત હંમેશા યાદ રાખીએ કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. તમારું ધારેલું પરિણામ ન આવે તો તે પાછળ પણ ઈશ્વરનો શુભ સંકેત હશે તેવી શ્રદ્ધા રાખી આપણે એક નવો રસ્તો શોધવાની કોશિશ કરીશું.

      સાથે – સાથે એ પણ યાદ રાખીએ કે જીવન ખૂબ સુંદર છે અને ઈશ્વરે આપણા સૌ માટે જીવનના જુદા-જુદા તબક્કે ઘણી બધી સુંદર surprises છુપાવી રાખી છે. આ જીવન યાત્રામાં પરીક્ષા એક નાનકડો મુકામ છે, મંઝિલ નહિ.

તમે ‘નીલપંખી’ ની વાત ન વાંચી હોય તો જરૂર વાંચજો. સુખનું સરનામું શોધવાના પ્રયત્નમાં આસપાસ વેરાયેલા નાનાં-નાનાં સુખોને અવગણશો નહી. પરીક્ષાની તૈયારી કરતાં કરતાં જીવનમાં બનતા નાનાં- નાનાં પ્રસંગમાંથી હાસ્ય અને સુખ માણવાનું ન ભૂલશો. “જીવનને હળવાશ” થી માણવા – જીવવાનું શીખજો.

Let your life lightly dance on the edges of time,

Like dew on the tip of leaf .

- Ravindranath Tagore

     જ્યારે તમારું મસ્તિક ઘણા બધા વિચારો – માહિતીથી ધેરાઈ જાય ત્યારે થોડા સમય માટે વિરામ લઇ જાત સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કરજો. સુવ્યવસ્થિત આયોજન અને સ્વયંશિસ્ત તમારી આ મુંઝવણ દુર કરવામાં મદદરૂપ થશે.

       વૈજ્ઞાનિક સંશોધનોને આધારે પૂરવાર થયેલું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હળવાશ આનંદની ક્ષણોમાં હોય ત્યારે કોઈ પણ concept સરળતાથી શીખી શકે છે અને લાંબો સમય સુધી યાદ રાખી શકે છે. તેથી તણાવમુક્ત રહીને, એકાગ્રતા સાધી અભ્યાસ કરશો તો અભ્યાસ બોજારૂપ બની ન રહેતા તમારા માટે “શીખવાનો” એક અનુભવ બની રહેશે.

Doing one thing as a time means to be total in what you do,

To give it complete attention,This is the empowered action

– Eckhart Tolle

અને હા, ‘અજોડ’ ની જેમ તમારો એક આગવો પંથ કંડારવાનું ન ભૂલશો.

Two roads diverged in a yellow wood,

And sorry I could not travel both,

I took the one less travelled by,

And that has made all the difference…..

- Robert Frost

    આ સહિયારા પ્રવાસમાં આપણે સૌ સાથે છીએ તે બિલકુલ ન ભૂલશો. તમારી મુંઝવણ, પ્રશ્નો અને અવઢવનો ઉકેલ લાવવા એક એક સુસજ્જિત ટીમ ખડેપગે તૈયાર છે તે હંમેશા યાદ રાખજો.

પરીક્ષા એટલે પોતાનો આગવો રાહ પસંદ કરવાનું માધ્યમ, આ દ્રષ્ટિકોણ ચોક્કસ જ કેળવશો. આ પરીક્ષા તમારા સૌ માટે એક Learning Opportunity બની રહે તેવી આશા રાખું છે.

ॐ सह नाववतु |

सह नौ भुन्कतु |

सह वीयँ करवावहै |

तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै |

ॐ शान्ति: शान्ति: शान्ति: ||

અઢળક પ્રેમ અને શુભેચ્છા સહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *