First Connecting Dot (મારો એક યાદગાર અનુભવ)

હું જયારે ધો પાંચ કે સાતમાં હતી ત્યારે એક દિવસ વાલી-દિનના દિવસે મારા વ્હાલા પપ્પા મારી સાથે શાળાએ આવેલાં.

પપ્પાની મુલાકાત મારાં ગણિતના પ્રિય શિક્ષક શ્રી યજ્ઞનેશભાઈ સાહેબ (બધાં શિક્ષકો માટે મને દિલથી આદર છે) સાથે થઇ. સાહેબે અને પપ્પાએ મારા વિષે થોડી વાતચીત કરી એ પછી પપ્પાએ સાહેબને એક સૂચન કરેલું. પપ્પા, એ વખતે સવારે ઇગ્નુંના કાર્યક્રમ જુવે, એમને એમાં ખુબ રસ પડે એટલે એમણે સાહેબને કીધું કે તમે આવી કેસેટો થકી જ ભણાવવાનું રાખોને!

વિદ્યાર્થીને વધારે મજા આવશે અને તમારી મહેનત પણ બચશે. તમારે તો પછી માત્ર એમનાં સવાલોનાં જવાબ જ આપવાના, વધારે સમય જ્ઞાન સાથે ગમ્મત માટે મળશે.

શિક્ષકો પણ નવા નવા પ્રોજેક્ટ્સ માટે વધારે સમય ફાળવી શકશો. બાળકોને પ્રાયોગિક જ્ઞાન (પ્રેક્ટીકલ નોલેજ) વધુ સારી રીતે આપી શકીશું.

અને તમે સરસ ગણિત ભણાવો છો તો છેવાડાના ગામોમાં પણ એ વિડીઓ કેસેટસથી બાળકો ભણી શકે.

હું તો આશ્ચર્યથી પપ્પાને કેવી જોઈ રહી! એક વિચાર આવ્યો કે સાહેબને કદાચ ના પણ ગમે કે કોઈ વાલીએ આમ સૂચનો કરવાની શું જરૂર? બીજો વિચાર આવ્યો કે વાહ, પપ્પા તો કેવું સરસ વિચારે છે?

જો કે ત્યારે આ વિચાર એટલો સહજતાથી અમલમાં મુકવો શક્ય નહોતો જેટલો એ વિચાર પપ્પાને બોલાવો સહેલો લાગેલો.

ઘરે જતા પપ્પાએ કીધેલું કે બેટા, હમણાં ભલે આ બીબાઢાળ પદ્ધતિએ ભણવું પડે છે, પણ આગળ જતા તમે વિદ્યાર્થીઓ જ આમાં બદલાવ લાવી શકશો.

ટેકનોલોજી તો દિવસે ને દિવસે કઇંક નવી શોધોને લઈને આવે છે. પણ મુશ્કેલી એ છે કે આ શોધો સમાજને વિશાળ પાયા પર જેટલી ઉપયોગી થઇ શકે એમ છે એટલો એનો ઉપયોગ આપણે કરતાં નથી.

આખા વાર્તાલાપની મારાં મન પર બહુ ઉંડી અસર પડેલી. મેં ત્યારે એક સપનું જોયેલું, હા, હું જરૂર આવું કંઈક નવું કરીશ. ટેકનોલોજી ભણીશ અને એનો સમાજમાં વિશાળ પાયે ઉપયોગ થઇ શકે એવું યોગદાન જરૂર આપીશ.

Thanks to dear papa, technology.

Stay Tuned for 2nd Connecting dot :)

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Tagged with:
Posted in પ્રકીર્ણ
5 comments on “First Connecting Dot (મારો એક યાદગાર અનુભવ)
 1. very good initiative … keep it up.

 2. હિરલ,

  તમારા પાપા નાં સુંદુ વિચાર અને સ્વપને તમે આજે સાકાર કરી રહ્યા છો તે જ જીવનનો ખરો આનંદ છે. પ્રમકૃપાળુ પરમાત્મા તમોને શક્તિ શાથે પ્રેરણા અર્પે એજ પ્રાર્થના. ખૂબજ સુંદર કાર્ય છે, બસ આગળ વધો. ખૂબ ખૂબ અભિનંદન.

 3. Hasyadarbar is happy that you open the blog for Children and grand Cchildren
  when Hasyadarbar is 7 years old !!!

 4. મારી જીંદગી ની ચેતના says:

  સરસ યાદગાર અનુભવ છે… તેના થકી જ આપ આગળ વધો છો…
  હિરલબેન ખુબ ખુબ અભિનંદન

 5. pravin prajapati says:

  સરસ યાદગાર અનુભવ છે… તેના થકી જ આપ આગળ વધો છો…
  હિરલબેન ખુબ ખુબ અભિનંદન thanks

5 Pings/Trackbacks for "First Connecting Dot (મારો એક યાદગાર અનુભવ)"
 1. […] હીરલ જ્યારે ૧૦-૧૨ વર્ષની હતી ત્યારનો એ…   […]

 2. […] હીરલ જ્યારે ૧૦-૧૨ વર્ષની હતી ત્યાર્નો …   […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.