મને મળી ગયો છે મારો હિમાલય, ભાગ -૧

સંકલન – શ્રી. રમેશ પટેલ(આકાશદીપ)

      વહાલથી નાનો વિનાયક પૂછે છે, “ મા તું કેટલા સરસ અભંગો ગાય છે..એક વધારે ગાને.” વહેલી પરોઢે  માતાના સૂરિલા કંઠમાં વહેતાં સંત તુકારામ અને સમર્થ રામદાસના અભંગો  સાંભળી, ભક્તિમાં રંગાતો પથારીમાંથી તે રોજ ઊભો થાય છે.

      અને એ જ બાળક એક એકવીસ વર્ષનો મેઘાવી નવજુવાન બને છે; ત્યારે જૂન-૭, ૧૯૧૬ના રોજ અમદાવાદની નજીક આવેલા કોચરબ આશ્રમમાં ગાંધીજીની સામે ઊભો છે. વાતે વળગે છે અને બોલી ઊઠે છે …’

‘મને મળી ગયો છે મારો હિમાલય’

    કોઈ પણ કોલેજમાં શિક્ષણ લીધા વિનાનો એ કોણ હતો મહામાનવ કે, જેની પાસે ભલભલા પંડિતો માથું નમાવતા હતા?

   આમ તો એનું નામ હતું – વિનાયક નરહરિ ભાવે.પણ એ ગાંધીજી સાથે રહેવા લાગ્યા; ત્યારથી ‘વિનોબા’ તરીકે પ્રખ્યાત થયા.

વિનોબા ભાવે

વિનોબા ભાવે

       મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાનું આ નાનકડું ‘ગાગોડે’ ગામ છે. માતા રખુબાઈ કે રુકિમણીબાઈ અને પિતા નરહરિનું એ લાડકું સંતાન.. માતાની સાથે  વ્રત, પૂજા ને ચારિત્ર્ય કથાઓ   સાંભળવા જવા  એ સદાયે થનગનતો. શિશુવયથી જ  આધ્યાત્મિક ભાવો તેના હૃદયમાં છલકાતા જતા હતા. ગણિતનાં પલાખાં અને કોયડા રોજ  પિતા એને પૂછે; અને એ ફટ કરતો એના જવાબ આપે. તેની કુશાગ્ર (તેજ) બુદ્ધિ  જોઈ,  શાળામાં શિક્ષકો તેને ભૂમિતિ ને ગણિતનો એક્કો કહેતા. પિતાજીએ આ હોનહાર બેટાને  આગળ ભણવા વડોદરા મોકલ્યો.

     આ વિનાયકનું મન બાળપણથી જ સંન્યાસી જેવું. મેટ્રિક પછી આગળ, મુંબાઈ કોલેજ જવાને બદલે , એ હિન્દુ ધર્મનો અભ્યાસ કરવા ઉપડી ગયો કાશી. કાશીમાં અન્નક્ષેત્રમાં જમે અને પ્રાચીન શાસ્ત્રોનું અધ્યયન કરે. જે શાસ્ત્રો સમજતાં બાર વર્ષો લાગે, તે તેણે  બાર મહિનામાં ભણી લીધાં. તે હવે વિચારવા લાગ્યો કે, હિમાલય જાઉં કે બંગાળની ક્રાન્તિકારી ભૂમિ બાજુ. પણ આ જુવાનનું ભાવિ કઈંક જુદી જ દિશામાં ફંટાવાનું હતું.

    કાશીમાં બનારસ યુનિવર્સિટિનો ઉદઘાટન સમારંભ ગાંધીજીના વરદ હસ્તે રાખેલો છે. એ જમાનાના રજવાડી અને માન્ય નેતાગણો પધાર્યા છે. વિનાયક રસપૂર્વક,  બીજે દિવસે છાપામાં આ બધી વાતોના સમાચાર રસપૂર્વક વાંચી રહ્યો છે. ગાંધીજીની સરળ વાતો એ વાંચતો જાય ચે અને તેને અહોભાવ થતો જાય છે. અનેક પ્રશ્નો તેના મનમાં રમવા લાગે છે. ‘લાવ ને, ગાંધીજીને જ   પ્રશ્નો લખી જવાબ માગું તો?’  વિનાયકે તો લખ્યો કાગળ અને તેના આશ્ચર્ય વચ્ચે જવાબ મળ્યો ગાંધીજીનો…’અહીં આવો.’  વિનાયક તો   ઉત્સુકતાથી અમદાવાદ કોચરબ આશ્રમે પહોંચી ગયો.

     બાળમિત્રો , જાણો છો..ગાંધીજી આ સમયે શું કરતા હતા? આશ્રમના ભોજન માટે શાક સમારતા હતા. વિનાયકને પાસે બોલાવી કહે..’આવ , શાક સમારીએ.’ વિનાયક તો બાજુમાં ગોઠવાઈ ગયો અને સાથે સાથે મનમાં રમતા પ્રશ્નોની વાત કરતો જાય.  ગાંધીજીએ દેશના લોકોમાં ચેતના જગવવા જે જેહાદ ઉપાડી છે, તે જોઈ તે અંજાતો જાય. “બાપુ..આ આશ્રમો શું કરવા બનાવ્યા છે?”

    ગાંધીજી કહે, “જેમ વિજ્ઞાન શીખવા પ્રયોગ શાળા જોઈએ; તેમ આ આશ્રમો સામાજિક પ્રયોગ શાળા છે. આશ્રમ એટલે સેવા , સહકાર ને સ્વમાન ભણી સ્વાશ્રયી કુચ.”

    હિમાલય જવા નીકળેલો આ વિનાયક..ગાંધીજી સામે નમી બોલી ઊઠ્યો…’મને મળી ગયો…મારો હિમાલય’… બાળમિત્રો! કેવી મજાની વાત  નહીં?

    ગાંધીજીએ આ નવજુવાનનું હીર પારખ્યું અને કહ્યું,” ભાઈ તમે મરાઠી બ્રાહ્મણ. અમે સન્માન માટે ગુજરાતમાં નામ પાછળ ‘ભાઈ’ લગાડીએ, જ્યારે તમે ‘બા’  લગાડો- રાઘોબા, તુકોબા, વિઠોબા –બરાબર ને? ચાલ વિનાયક તને હવે હું ‘વિનોબા’  કહીશ. ચાલશે ને ?” ત્યારથી એમનું નામ

‘વિનોબા’  થઈ ગયું.

————

–  વધુ બીજા ભાગમાં

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Posted in ભારતીય, રમેશ પટેલ, વ્યક્તિવિશેષ, સમાજ સેવક
5 comments on “મને મળી ગયો છે મારો હિમાલય, ભાગ -૧
 1. Ramesh Patel says:

  સંસ્કાર એટલે જ સારા ભાવિનો ઉજાશ. શ્રી સુરેશભાઈ જાનીના સુંદર સંપાદન થકી, વિશ્વ ધરોહર જેવી આ દરેક પોષ્ટ વાંચતાં , મહાનાયકોને ચરણે શિશ ઝૂકી જાય છે. કેટલું ભવ્ય માનવ જીવન.

  ખૂબ જ સરસ સૌના દિલથી વહેતી આ ધારાઓ , સરિતાથી સાગર બની લહેરાશે…બાળકોને પ્રેરણા દેશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Hiral says:

  ઘણું સરસ. ખુબ સુંદર સંકલન. વિનોબાજી વિશે આજે ઘણું નવું જાણવા મળ્યું.
  મુખ્યત્વે એમના વિચારો અને આલેખનો વધુ નજરમાં આવેલ છે. પણ એમના બાળપણ અને અભ્યાસ વિશેની વિગતો આજે જ જાણી.
  આભાર.

 3. Maheshchandra Naik (Canada) says:

  It is indeed a very thought provoking story and inspiring for new generation, Thanks

 4. Vinod Patel says:

  દેશમાં સામાજિક અસમાનતા નિવારવા માટે વિનોબાએ ભૂમિદાન ચળવળ શરુ કરેલી અને એને

  માટે ભારતભરમાં નાના ગામોમાં તેઓ પગપાળા ઘૂમી વળ્યા હતા.

  વિનોબાની ગાંધી ભક્તિ અનન્ય હતી અને એમના જીવનમાં ગાંધીજીના સિદ્ધાંતો વણી લીધા

  હતા. આવી મહાન વિભૂતિને પ્રણામ .

 5. As this 1st Post, I have come to know of VINOBA BHAVE.
  What I read..I now put it as a POEM in GUJARATI>>>>

  મહારાષ્ટ્રના કોલાબા જીલ્લે “ગાગોડે” ગામમાં “વિનાયક” નામે બાળ જન્મે,

  ધર્મ પ્રેમ અને સન્યાસભાવ બાળ વિનાયક હ્રદયમાં રમી રહે,

  મેટ્રીક પાસ કરી કોલેજ અભ્યાસ બદલે કાશી હિન્દુ ધર્મનું શીખવા વિનાયક જાય.

  ત્યારે ગાંધીજીના વિષે થોડું જાણી, ગાંધીજીને પ્રષ્નો પૂછવાનું મનમાં થાય,

  એક પત્ર દ્વારા મનના વિચારો ગાંધીજીને એમના આશ્રમે એ મોકલે.

  જવાબમાં ગાંધીજી એને આશ્રમે આવી મળવાનું સુચન કરે,

  તરત ૨૧ વર્ષનો વિનાયક તો આશ્રમે જઈ ઉભો રહ્યો,

  ત્યારે, ગાંધીજીને શાકભાજી ભોજન માટે સમારતા જોઈ રહ્યો,

  એક પછી એક સવાલો વિનાયક કરી રહે,

  જવાબો સાંભળી વિનાયક હૈયે સંતોષ રહે,

  એક સમય વિનાયક જે હિન્દુ ધર્મનું જાણી હિમાલય જવા વિચારતો.

  તેગાંધીજીથી પ્રભાવિત થઈ, “મને મળી ગયો છે મારો હિમાલય”કહેતો થયો,

  આ મુલાકાતે ગાંધીજી પ્રેમથી કહે ક્યા નામે હું બોલાવીશ તને ?

  ત્યારે વિનાયકના “વિનોબા” કહેવાયા, જે નામે સૌ ભારતવાસી જાણે એને !

  વિનોબા ભાવે હતા એક મહાન વ્યક્તિ અને અતી જ્ઞાની,

  સાદાઈથી જીવવાનું શીખ્યા ગાંધીજીને પોતાના ગુરૂ માની,

  વિનાબાજી વિષે વધુ કહેવું છે મારે,

  વધું એમના જીવન વિષે જાણી,કહેવું છે મારે !

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Balako….Please READ about VINOBAJI who was a GREAT PERSON. After reading it, you must try to take the PATH of the TRUTH.

1 Pings/Trackbacks for "મને મળી ગયો છે મારો હિમાલય, ભાગ -૧"
 1. […] request to visit… eVidyalay link there -(Thanks Hiralben/ Sureshbhai Jani) મને મળી ગયો છે મારો હિમાલય, ભાગ -૧ મને મળી ગયો છે મારો હિમાલય, ભાગ – […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.