ઉખાણાં

લેખિકાઃ લતા હિરાણી

બાળકને ઉખાણાં પણ એટલાં જ ગમે છે જેનો હેતુ બાળકને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો છે. ઉખાણાંથી બાળકની કલ્પનાશક્તિ ખીલે છે, બુદ્ધિ કેળવાય છે, યાદશક્તિ સતેજ બને છે. અહીં આપેલા ઉખાણાં જૂના જમાનાના છે પણ આજે એને યાદ કરીને આપણું બાળપણ તાજું થાય છે. આ સમયને અનુરૂપ નવાં ઉખાણાં તૈયાર કરવા જોઇએ. આપણે થોડાં જાણીતા ઉખાણાં જોઇએ.

’આવડી દડી, હીરે જડી. દિવસે ખોવાણી, રાતે જડી.’ (તારો)

’મારી બકરી આલો ખાય, પાલો ખાય. પાણી પીવે ને ટપ મરી જાય.’ (દેવતા)

’સાગરની હું દીકરી, પવનમામા તાણી જાય. ગામ આવેતો વરસું, નદી નાળાં ઉભરાય.’ (વાદળી)

બાળકને પ્રાણીઓ ખૂબ વહાલાં.

’ભરી ફાળ પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્વાન, મોં ઊંચુ પણ મોર નહીં, સમજો ચતુર સુજાણ’ (દેડકો)

’ધોળો ધબ, લાંબો લબ, પાણી જોતો ઊભો ઠગ, મચ્છી દેખી કરે ઝપટ, વરતો એને ઝટપટ.’ ( બગલો )

’દરમાં રહું પણ ઉંદર નહીં, ઝાડે ચડું પણ વાંદર નહીં, રંગ મારો કાળો, કરડવાનો ચાળો.’ (મંકોડો)

ખાનપાનની ચીજો વિશે ઉખાણાં.

’લીલી-પીળી દડી, રસે ભરી’ (લીંબુ)

’કાળો છે ઉંદર ને લીલી છે પૂંછ, ન આવડે તો તારા બાપાને પૂછ.’ (રીંગણાં)

’કાનોમાતર રહે આઘા, રોજ ખાઓ તો રહો તાજા.’ (સફરજન)

’લીલા મહેલમાં ઓરડા ધોળા, અંદર પૂર્યા ચોર કાળા.’ (સીતાફળ)

’મા ધોળી ને બચ્ચાં કાળા, તોયે સૌને બચ્ચાં વ્હાલાં.’ (એલચી)

શરીરને લગતાં ઉખાણાં.

’લાંબો છે પણ નાગ નહીં, કાળો છે પણ કાગ નહીં, તેલ ચડે હનુમાન નહીં, ફૂલ ચડે મહાદેવ નહીં.’ (ચોટલો)

’કાળી ધોળી કાબરી, નગરી જોતી જાય, લાખો રુપિયા આપતાં મૂલ ન એનાં થાય.’ (આંખો)

’નાનકડી ડબ્બીમાં બત્રીસ બાવા.’ (દાંત)

અક્કલને કસે એવાં ઉખાણાં.

’રાજા, રાણી બે, લાડવા છે ત્રણ. એ સરખે ભાગે વહેંચો.’ (તોડવાના નથી) (ત્રણેયને એક એક. રાણી બે છે.)

ઝડપથી બોલતાં થોથવાઇ જવાય, અંગ્રેજીમાં જેને ટંગ ટ્વીસ્ટર કહે છે તેવાં જોડકણાં.

’પાંચ પાપડ કાચા, પાંચ પાપડ પાકા. પાકા પાકા આપો કાકા, કાચા મેલો પાછા.’’

સાભાર : ગુજરાતી બાલકવિતા (ઇશ્વર પરમાર) પરિચય પુસ્તિકા

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Tagged with: ,
Posted in માતા-પિતા માટે, લતા હીરાણી
6 comments on “ઉખાણાં
 1. મારા વેબ પેજ પર જાવ તમને નવા સુંદર ઉખાણા વાંચવા મળશે.

  પ્રવિણા અવિનાશ

  http://www.pravinash.wordpress.com

  thanks

 2. Akbarali Narsi says:

  બધા જ ઉખાણા એકાએક સાત દાયકા પછી વાંચી ખરેખર આનંદ થયો,અભિનંદન

 3. Mital barad says:

  It’s remember our childhood.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.