ચાલો, આજે કંઈક તો કરીએ જ – ઉત્પલ વૈષ્ણવ

   આપણા દરેકમાં જીવનને પ્રેરક રૂપે જીવવવાની કોઈને કોઈ ખૂબી રહેલ છે. ક્યારેક આપણા ભૂતકાળના અનુભવો આપણને નાના અને બિનમહત્ત્વના બનાવી નાખે છે.પરંતુ એટલું ન ભૂલીએ કે, નાનાં દેખાતાં પાણીનાં ટીપે ટીપામાં નદી બનવાની ક્ષમતા છે.

 

     નાનાં પગલાંથી શરૂઆત કરીએ.બીજાં શું વિચારશે કે કહેશે તેની પરવા ન કરીએ. આપણે શું બનવું છે એ વિચારવાનું છે.
     આપણી કેડી આપણે જ કંડારીએ.
    પહેલાં લોકો હસશે, પછી કુથલી કરશે, અને પછી આપણને અનુસરશે.
    ક્યારે પણ અધુરૂં ન મૂકી દઈએ. લાગ્યાં રહીએ. આપણો મત દર્શાવીએ. જીવનની રમતનો દાવ ખુશી ખુશી રમીએ.
    આપણામાં વિશ્વાસ રાખવા, અને આપણે કંઈક કરીએ, એ માટે કોઈ આમંત્રણ આપવા નહીં આવે.

 

2 thoughts on “ચાલો, આજે કંઈક તો કરીએ જ – ઉત્પલ વૈષ્ણવ”

  1. સુવિચારઃ ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં પરિણમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.