અમદાવાદના મ્યુઝિયમો

સમગ્ર ભારતમાં માત્ર અમદાવાદના આંગણે આવેલા કેટલાંક અનોખાં મ્યુઝિયમ

વિશ્વ સંગ્રાહલય દિવસ

સામાન્ય રીતે દરેક શહેરમાં પહેલાંના વખતના વસ્ત્રો, શિલ્પો, ચિત્રો, વાસણો ગાડીઓ, વસ્તુઓનું કલેક્શન ધરાવતા મ્યુઝિયમો હોય જ છે. આપણાં અમદાવાદ પાસે પણ આવા ૩૦થી વધારે મ્યુઝિયમ આવેલા છે, જેમાંના મોટાભાગના મ્યુઝિયમો અંગેની વિગતે માહિતી અજાણ્યું અમદાવાદ સિરીઝમાં આપી ચૂક્યા છીએ. જો કે આજે  વર્લ્ડ મ્યુઝિયમ ડે પર વાત કરીએ એવા મ્યુઝિયમોની જેમનો જોટો ગુજરાતમાં (અમુક કિસ્સામાં તો આખા ભારતમાં) જડવો મુશ્કેલ છે.

વાસણોને સમર્પિત અનોખું વિચાર મ્યુઝિયમ

મોટાભાગના મ્યુઝિયમમાં જૂના વાસણો જોવા મળે છે. પણ 'વિચાર' એ જાતભાતના વાસણોનો ખજાનો હોય તેવું કદાચ દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ છે. અહીં માટીથી માંડીને પિત્તળ-તાંબા-લોખંડમાંથી બનેલા જાતભાતના ખાવા-પીવા-રાંધવા-સ્ટોરેજ કરવાના વાસણોનું કલેક્શન છે. આવનારા સમયમાં આ મ્યુઝિયમ દિવ્યાંગો એક્સેસ કરી શકે તેવું  શહેરનું પ્રથમ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, જેમાં દિવ્યાંગો માટે વ્હીલચેરની તથા બ્રેઈલલિપિમાં માહિતી મળી રહે તેવી સુવિધા ઊભી કરાશે.
 તોફાનો અને કોમી રમખાણોને ધ્યાનમાં રાખીને બનાવાયેલું કોન્ફલિક્ટોરિયમ

સામાન્ય કરતા અલગ એવું કોન્ફલિક્ટોરિયમ ઝઘડાંઓ-હુલ્લડો-રમખાણોને ધ્યાનમાં રાખીને બનાવાયેલું કદાચ દેશનું પ્રથમ મ્યુઝિયમ છે. અહીં ગુજરાતના જન્મ પછીથી ૨૦૧૩ સુધીમા રાજ્યમાં થયેેલા હિંસક તોફાનો જેમ કે નવનિર્માણ આંદોલન, કોમી હુલ્લડો, પાટીદાર આંદોલનો અંગે માહિતી આપવામાં આવી છે. ઓડિયો અને આર્ટિસ્ટીક ડિસ્પલેના માધ્યમથી આ મ્યુઝિયમ પોતાની આગવી રીતે લોકોને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શાંત થવાની તક આપે છે.

એશિયાનું દ્વિતીય અને ભારતનું એકમાત્ર પતંગ મ્યુઝિયમ

પતંગો પણ કળાના નમૂનારૃપ સાબિત શકે છે તે વાતને સાબિત કરતા આ મ્યુઝિયમમાં હસ્તકલાના નમૂના જેવા ૨૦૦થી વધુ પતંગો સચવાયેલા છે. સાથે-સાથે પતંગોને લગતી રસપ્રદ માહિતી જેમ કે પતંગનો પહેલાંના જમાનામાં કઈ કઈ રીતે ઉપયોગ થતો, આપણા પ્રાચીન ગ્રંથોમાં પતંગના ઉલ્લેખો, પતંગબાજીને લગતા (જૂના) રેકોર્ડ વગેરેની માહિતી અહીં આપવામાં આવી છે. ૩૦ વર્ષ પહેલાં બનેલા આ મ્યુઝિયમમાં એ પછી કોઈ જ સુધારા વધારા કરવાની તસ્દી લેવાઈ નથી. છતાં બાળકોે અને પતંગરસિયાઓએ એકવાર તો આ મ્યુઝિયમની મુલાકાત લેવી જ રહી.


શું તમે અમદાવાદના આ મ્યુઝિયમોની મુલાકાતે ગયા છો?
મ્યુઝિયમને ઈન-ફોર્મલ એજ્યુકેશનનો સ્ત્રોત માનવામાં આવે છે. વર્લ્ડ મ્યુઝિયમ વીક નિમિત્તે અમદાવાદના મ્યુઝિયમોની યાદી અહીં રજૂ કરાઈ છે. શાળા-કોલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ન જોયેલા મ્યુઝિયમનું લિસ્ટ બનાવી તેમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકાય.
૧)લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ, એલ.ડી ઈન્ડોલોજી
૨)એન.સી મહેતા આર્ટ ગેલેરી, એલ.ડી ઈન્ડોલોજી
૩)કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સ, શાહિબાગ
૪)શ્રેયસ ફોક મ્યુઝિયમ, શ્રેયસ ટેકરા
૫)કલ્પના મંગળદાસ બાલાયતન મ્યુઝિયમ (શ્રેયસ ફાઉન્ડેશન),શ્રેયસ ટેકરા
ૃ૫)વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય, વિશાલા
૬)કોન્ફલિક્ટોરીયમ, મિરઝાપુર
૭)સ્વામિનારાયણ મ્યુઝિયમ, નવરંગપુરા
૮)કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, શાહિબાગ
૯)નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, કાંકરિયા
૧૦)આદિવાસી મ્યુઝિયમ, ગુજરાત વિદ્યાપીઠ
૧૧)પતંગ મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર
૧૨)કર્ણાવતી-અતીતની ઝાંખી( સીટી મ્યુઝિયમ), સંસ્કાર કેન્દ્ર, પાલડી
૧૩)સરદાર પટેલ નેશનલ મેમોરિયલ મ્યુઝિયમ, શાહિબાગ
૧૪)ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, કઠવાડા
૧૫)ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, ગાંધી આશ્રમ
૧૬) ભોજે વિદ્યાભવન મ્યુઝિયમ
૧૭)રેલવે મ્યુઝિયમ, કાળુપુર રેલવે સ્ટેશન
૧૮)સત્યાગ્રહ આશ્રમ મ્યુઝિયમ, કોચરબ
૧૯) હાઉઝિયમ, સેટેલાઈટ
૨૦)ડો. વિક્રમ સારાભાઈ સ્પેસ મ્યુઝિયમ
૨૧) સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ, જૈન આરાધના કેન્દ્ર, કોબા સર્કલ
૨૨)સરદાર પટેલ સ્મારક ભવન, લાલ દરવાજા
૨૩)ચાન્સેલર મોરારજી દેસાઈ ગેલરી ,ગુજરાત વિદ્યાપીઠ
૨૪)જ્યોતિસંઘ મ્યુઝિયમ, રિલીફ રોડ
૨૫)સ્ટોરી ઓફ લાઈફ- મ્યુઝિયમ ઓફ ઝુઓલોજીકલ ડિપાર્ટમેન્ટ
૨૬)ટોય મ્યુઝિયમ -વારસો ફાઉન્ડેશન, ખાડિયા
૨૭)વસંત-રજબ મ્યુઝિયમ, ગાયકવાડ હવેલી
૨૮) નવજીવન ટ્રસ્ટ મ્યુઝિયમ
૨૯) સાયન્સ મ્યુઝિયમ, ગુજરાત વિદ્યાપીઠ

source:https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-samachar-plus/world-museum-day

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *