ભર બપોરે પડછાયો ગાયબ

સાભાર –  શ્રી. નરેન્દ્ર ગોર, કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ, ભુજ

gor

કચ્છમાં પડછાયા વિહિન દિન ની ઉજવણી થઈ

ભર બપોરે પડછાયો ગાયબ થતાં કુતુહલ સર્જાયું

ભુજના કાર્યક્રમની સાથે સાથે વિશ્વની અનેક શાળાઓ પણ જોડાઈ

વિધ્યાર્થીઓમાં સર્જનશક્તિ અને પ્રયોગશીલતા ખિલે તે ઉદ્યેશ્યથી આંતર રાષ્ટ્રિય સંસ્થા એરેટોસ્થેનસના માર્ગદર્શન હેઠળ કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા કચ્છના વિવિધ સ્થળોએ પડછાયા વિહિન દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. તા.13 જુન ના રોજ ભુજ ખાતે માતૃછાયા કન્યા વિધ્યાલયમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધારે વિધ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. બરોબર 12 ને 51 મિનિટે પડછાયો ગાયબ થતાં આ કુદરતી ઘટનાને માણી હતી. આજથી 2200 વર્ષ પહેલાં એરેટોસ્થેનસ નામના વૈજ્ઞાનિકે ગણિતના સાદા નિયમો નો ઉપયોગ કરીને નાની લાકડીના પડછાયાની મદદથી સૌ પ્રથમ વખત પૃથ્વીનો પરિઘ માપી બતાવ્યો હતો. જેની યાદમાં વર્ષ દરમિયાન વિશ્વના દેશોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભુજમાં વી ડી હાઈસ્કૂલ, સેંટ ઝેવિયર્સ સ્કૂલ પણ આ પ્રયોગમાં સામેલ થઈ હતી. તો આ પ્રયોગને સફળ બનાવવા ફ્રાંસ, ક્રોએશિયા, ગ્રીસ, બ્રાઝીલ અને આર્જેન્ટિના જેવા દેશોની છ શાળાઓ પણ જોડાઈ હતી અને 13મી જુનના તેમની શાળામાં પડછાયાને ની લંબાઈ માપી તેના પરિણામ કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ ને મોકલાવ્યા હતા. આ બાબતે ખગોળવિદ્ નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે બાળકોને આ પ્રયોગની વૈજ્ઞાનિક જાણકારી અગાઉથી જ આપી દેવામાં આવી હતી જેના કારણે બાળકોએ આ ઘટનાને ફક્ત કુતુહલ તરીકે નહીં પણ વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિકોણ થી નિહાળી હતી. હજારો કિલોમિટર દુર બેઠેલા તેમના જેવા જ વિદ્યાર્થી જ્યારે એક સરખો પ્રયોગ કરે અને તેના પરિણામોની પરસ્પર આપ લે કરે તે જ રોમાંચક છે. આવોજ કાર્યક્રમ 12 તારીખ ના નારાણપર કન્યા વિધ્યાલય, મેઘપર પ્રા. શાળા માં પણ કરવામાં આવ્યો હતો જેમાં વિધ્યાર્થીઓએ પૃથ્વીની ધરીભ્રમણની ઘટનાને વિગતવાર જાણી હતી તથા પ્રશ્નોત્તરી પણ કરી હતી, માતૃછાયા શાળાના કાર્યક્રમમાં ક્લબના સભ્યો નિશાંત ગોર તથા દયારામ જણસારીએ વ્યવસ્થા સંભાળી હતી તથા ફોટોગ્રાફી કરી હતી. શાળાના આચાર્યા નીલાબેન, નિયામક નલિનીબેન, ટ્રસ્ટીશ્રી મધુભાઈ સંઘવી, પંકજબેન, અનીલાબેન ગોર, અશ્વિનભાઈ, શશીકાંતભાઈ, પ્રજ્ઞેશભાઈ તથા જાગ્રુતિબેન એ સહયોગ આપ્યો હતો.

વીડી હાઈસ્કૂલ ખાતે ઈંડીયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત કચ્છમિત્ર લોકવિજ્ઞાન કેંદ્ર દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નરેન્દ્ર ગોર, કુલદીપસિન્હ સન્ધુ, પ્રવિણ મહેશ્વરી, નિરદ વૈદ્ય, કિશન ઠક્કર દ્વારા આચાર્યશ્રી અને શિક્ષકોના સહયોગથી બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓએ આ ઘટનાને સમજી હતી. સેંટ ઝેવિયર્સ સ્કૂલ માં શાળાના વિધ્યાર્થી અને ક્લબ ના સભ્ય કિશન સોલંકી અને ઓજસ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

મૂળ સંદેશ 

પ્રિય શિક્ષક મિત્રો, ખગોળ મિત્રો,

શિક્ષક મિત્રો તેમજ ખગોળ માં રસ લેતા મિત્રો ને વિનંતિ

ભુગોળ અને ખગોળ ને લગતી કેટલીક ઘટનાઓ અમુક સમયાંતરે બનતી હોય છે. આવી ઘટના વખતે લોકોમાં તેમજ ખાસ કરીને વિધ્યાર્થિઓમાં ખુબ ઉત્સુકતા હોય છે. આ પ્રસંગે સદર ઘટનાનું અવલોકન, પ્રદર્શન, કરી જો સાચી સમજ વિધ્યાર્થીઓને/લોકોને આપીએ તો તેમના જ્ઞાનમાં વધારો કરી શકાય. તેમજ બાળકોની વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધારી શકાય.

આવીજ એક ઘટના પડછાયાનું ગાયબ થવું છે. મકરવૃત અને કર્કવૃત વચ્ચે આવતા પ્રદેશોમાં આ ઘટના વર્ષમાં બે વખત બને છે. આ ઘટનાનું નિદર્શન કરી વિધ્યાર્થીઓ ને અક્ષાંસ,રેખાંશ, કર્ક્વૃત, મકરવૃત, સુર્યની દૈનિક ગતિ, અને તે દ્વારા પૃથ્વીનું પરિભ્રમણ, તેમજ પરિક્રમણ જેવી બાબતો સહેલાઈ થી સમજાવી શકાય.

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Posted in કંઇક જાણવા જેવું, ભૂગોળ
3 comments on “ભર બપોરે પડછાયો ગાયબ
  1. Dayaram Jansari says:

    very nice event…..congratulation

  2. Dayaram Jansari says:

    congratulation to Shri Narendra Gor and Nishant Gor for nice created event with Student…

  3. Dayaramjansari says:

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.