ચારસો ટકા આનંદ – શ્રી. હરેશ ધોળકિયા; પુસ્તક પરિચય – શ્રી. નિરુપમ છાયા

       જીવન એક વિશાળ અને એ કરતાંય વ્યાપક ઘટના છે. એને સમજીને જીવવું એ એક મોટી કળા છે. આવી કળા બહુ ઓછા લોકોને સાધ્ય હોય છે. જીવનને યોગ્ય રીતે જીવવા કોઈ ઉચ્ચ લક્ષ્ય સાથે જોડવું એ ઉત્તમ ઉપાય છે. આવાં ઉચ્ચ કહી શકાય તેવાં અનેક લક્ષ્યો છે. શિક્ષણ પણ એવું એક લક્ષ્ય છે. શિક્ષણને જીવનકાર્ય બનાવી પૂરા રસ સાથે એમાં રમમાણ થનારા લોકો થકી શિક્ષણક્ષેત્ર રળિયાત બને છે. આજે તો અન્યની જેમ શિક્ષણ પણ એક વ્યવસાય બની ગયું છે. રળતર, મળતર અને વળતર શિક્ષણ સાથે જોડાઈ ગયાં છે.

    પણ એવાયે લોકો હજુ મળે છે જેઓએ આ ત્રિકોણમાંથી બહાર નીકળી, શિક્ષણને જીવન બનાવ્યું છે. આવા સમર્પિત લોકો થકી શિક્ષણમાં જીવન ઉમેરાયું છે, શિક્ષણ ચેતનવંતુ બન્યું છે, એટલું જ નહિ એ ચેતના સહુને સ્પર્શીને પ્રેરિત પણ કરી રહે છે. આવા શિક્ષકોને મળેલો આનંદ અસીમિત હોય છે અને એજ તેમની મૂડી હોય છે, ચારેય દિશાઓમાંથી પ્રાપ્ત થયેલો , ચારસો ટકા આનંદ. આવા જ , શિક્ષક અને કેવળ શિક્ષક જ શ્રી હરેશભાઈ ધોળકિયાએ ‘ચારસો ટકા આનંદ’ પુસ્તકરૂપે પોતાનો આનંદ વહેંચ્યો છે.

પુસ્તકના આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો.

પુસ્તકના આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો.

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Tagged with:
Posted in પ્રકીર્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.