જૂઠ બોલે….કૌંઆ કાટે!

મુલ્લાં નસરુદીનના હોનહાર ચિરંજીવી ફકરુને જન્મથી જ જૂઠું બોલવાની ટેવ પડી ગઈ હતી.

મુલ્લાંની લાખ કોશિશોય ફકરુની એ ટેવ છોડાવવા માટે નાકામયાબ નિવડી.

છેવટે સાયકોલોજિસ્ટની સલાહ પ્રમાણે મુલ્લાંએ એક યુક્તિ અમલમાં મૂકી.

મુલ્લાંએ ફકરુને કહ્યું :

‘જો બેટા, તું એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના જૂઠું બોલી શકે, તો હું તને એક રૂપિયો આપું.’

ફકરુએ તરત જ ઉત્તર આપ્યો :

‘એક રૂપિયો ?હમણાં તો તમે બે રૂપિયા કહેતા હતા – અબ્બાજાન !’