જોક – ૩

બે ગુંડાઓએ કરસનકાકાને મોડી રાતે એકાંત ગલીમાં પકડ્યા અને જે કાઈ હોય તે બધું આપી દેવા કહ્યું. કરસનકાકાએ તો કાંઈ ન આપતા સામનો કર્યો. લગભગ અડધા કલાક બાદ તે ગુંડા કરસનકાકાને પકડી શક્યા અને ત્યાર બાદ તેઓએ તેમનું ખિસ્સું તપાસ્યું તો તેમાંથી તો ફક્ત એક રૂપિયાનો સિક્કો મળ્યો.
બન્ને ગુંડાઓને નવાઈ લાગી કે ફક્ત એક રૂપિયા માટે આ કાકાએ આટલો બધો જોરથી સામનો કેમ કર્યો? તેમને પૂછતા કાકા બોલ્યા કે સવાલ પૈસાનો નથી. મારે તમને જાણ નહોતી થવા દેવી કે હું આટલો બધો કડકો છું.